અંદમાન-નિકોબાર સાંભળતા જ એક સમૃદ્ધ અને અસંખ્ય બીચોથી ભરેલું એક પ્રવાસન સ્થળ આપણી નજર સમક્ષ તરવરવા લાગે છે. અદભૂત સુંદરતા અને વન્યજીવોના કારણે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહને એમરલેન્ડ આઇલેન્ડ્સ પણ કહેવામાં આવે છે. એક પ્રવાસન સ્થળ તરીકે અંદમાન નિકોબાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જાણીતુ બન્યું છે અને તેથી જ અહી પ્રવાસીઓની સંખ્યા વધારે રહે છે. આ દ્વીપ સમૂહમાં અનેક આકર્ષક સ્થાન, સમુદ્રી તટ, મોહક પિકનિક સ્પોટ્સ પ્રવાસીઓને તેના તરફ આકર્ષિત કરે છે. આજે અમે અહી અંદમાન-નિકોબારમાં આવેલા બીચ જણાવી રહ્યાં છીએ, જો તમે અંદમાન-નિકોબારની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યાં હોવ તો તમે તમારી ટૂરમાં આ સ્થળોનો સમાવેશ કરી શકો છો.
વંદુર બીચ
પોર્ટ બ્લેયરથી 35 કિ.મી. પૂર્વમાં સ્થિત વંદુર બીચ અંદમાનના લોકપ્રીય સમુદ્રી તટોમાનું એક છે, જે પોતાની સુંદરતાથી હજારો પર્યટકોને પોતાની તરફ ખેંચે છે. આ બીચને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સમુદ્રી પાર્કના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે.
નોર્થ બે બીચ
પોર્ટ બ્લેયર નજીક આ બીચ કોરલ માટે જાણીતું છે. અહી સ્નોર્કલિંગ અને સ્કુબા ડાઇવિંગનો આનુંદ ઉઠાવી શકો છો. એક યાત્રિકને જરૂરી તમામ પ્રકારની સુવિધા આ બીચ પર મળી રહે છે. મોટાભાગે પર્યટકો નોર્થ બેમાં સ્કુબા ડાઇવિંગના માધ્યમથી સમુદ્રના કોરલનો આનંદ ઉઠાવે છે.
ચિડિયા ટાપુ
ચિડિયા ટાપુને જને સૂર્યાસ્ત પોઇન્ટ અને બર્ડ આઇલેન્ડ પણ કહેવામાં આવે છે. જો તમે સૂર્યાસ્તના સુંદર દ્રશ્યને જોવા માગો છો તો આનાથી શ્રેષ્ઠ સ્થળ કોઇ ન હોઇ શકે. આ સ્થળ સમુદ્ર તટ પોર્ટ બ્લેયરથી 18 કિ.મી. દૂર સ્થિત છે. જ્યાં જવા માટે 30 મિનિટનો સમય લાગે છે. આ પ્રકૃતિ પ્રેમીઓ માટે એક આદર્સ સ્થળ છે. આ સ્થળે 46 સ્થાનિક પ્રજાતિઓ જોઇ શકાય છે.
મુંડા પહાડ બીચ
ચિડિયા ટાપુથી અમુક કિ.મી.ના અંતરે મુંડા પહાડ બીચ આવેલું છે. અહી તમને પક્ષીઓની વિસ્તૃત પ્રજાતિઓ જોવા મળશે. મુંડા પહાડ આ જીવંત અને સુંદર પક્ષીઓ માટે એક આવાસ સ્થાન તરીકે જાણીતું છે. જો તમે પક્ષીઓની તસવીરો લેવાનો શોખ ધરાવો છો તે આ સ્થળ તમને તેની તરફ આકર્ષિત કરી શકે છે.
જૉલી બોય દ્વીપ
જૉલી બોય દ્વીપ એક એવું સ્થળ છે જેને તમે અંદમાન-નિકોબારની યાત્રા દરમિયાન જોયા વગર નહીં રહી શકો. આ દ્વીપ વંડુર જેટ્ટીથી 15 માઇલના અંતરે આવેલું છે. વંદુરથી તમને જૉલી બોય પહોંચવા માટે સમુદ્રી યાત્રા કરવી પડશે. આ સ્થળે પાણીની સુંદરતા અદભૂત છે, જ્યાં તમને રંગબેરંગી માછલીઓ અને કોરલ જોવા મળી શકે છે. સ્નોર્કલિંગનો આનંદ અહી ઉઠાવી શકાય છે.
રાધાનગર બીચ
હેવલૉક દ્વીપ સ્થિત, રાધાનગર બીચ ભારતના સૌથી લોકપ્રીય બીચોમાનું એક છે. આ બીચ પર અનેક ગતિવિધિઓનો આનંદ ઉઠાવી શકા છે. જેમ કે સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, નૌકાયાન. આ બીચ વિશેષ રીતે યુગલો માટે લોકપ્રીય સ્થળ છે. જો તમે હનિમુન માટે કોઇ વિકલ્પ શોધી રહ્યાં છો તો અંદમાન નિકોબાર શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે. અહીનું સાંત વાતાવરણ રોમાન્સ કરવા પ્રેરે છે. અહી હાથીની સવારીનો આનંદ ઉઠાવી શકાય છે.
એલિફન્ટ બીચ
હેવલોક આલેન્ડ જાઓ ત્યારે એલીફન્ટ બીચનો પ્રવાસ કરવાની તક છોડવી જોઇએ નહીં. જે રાધાનગર નજીક આવેલું છે. એલીફન્ડ બીચની સફેદ રેતી અને હરિત પાણી દરેક લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. પ્રકાશ ઘર પાસેથી પસાર થતા હાથી સમુદ્ર તટ પર જોવાલાયક નજારા સમાન છે.
લક્ષ્મણપુર બીચ
આ બીચ ભરતપુર બીચની નજીક છે. જ્યાં શાનદાર જૈવ વિવિધતા, સફેદ રેતાળ સમુદ્ર તટ અને ઉષ્ણકટિબંધીય વન, વનસ્પતિઓ જોઇ શકાય છે. આ દ્વીપને આરામદાયક, શાંત બીચોમાનો એક માનવામાં આવે છે. દ્વીપનો સૌથી મોટો ભાગ લગભગ 5 કિ.મી લાંબો છે, જ્યાં તમે 2 કલાક વોકિંગ કરી શકો છો.
ભરતપુર બીચ
નીલ દ્વીપ પાસે જ આ બીચ આવેલો છે. આ દ્વીપ ભીંતકૃતિઓ અને સફેદ તટ માટે પ્રસિદ્ધ છે. સમુદ્રી તટનો પ્રવાસ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવાર અને સાંજનો છે. જો તમે સ્નોર્કલિંગ જવાનું પસંદ કરો છો તો સવારનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. અહી તમે કોરલ રીફ્સના દ્રશ્યનો આનંદ પણ લઇ શકો છો.
મેંગ્રોવ ક્રીક, બારાતાંગ દ્વીપ
બારાતાંગ દ્વીપ પોર્ટ બ્લેર શહેરથી 100 કિ.મીના અંતરે આવેલો છે. મેંગ્રોવના મોટા બગીચાઓ, પ્રકૃતિ-નિર્મિત સુરંગ વચ્ચે નાવ સફારીનો આનંદ ઉઠાવી શકો છો. અહી વિદેશી પક્ષીઓ અને ગાઢ વૃક્ષોનો નજારો જોવાલાયક છે. મેંગ્રોવ ક્રીક શાનદાર લાઇમ સ્ટોન ગુફાઓ તરફ જતા જોવા મળે છે.
ગીટાર દ્વીપ આઇલેન્ડ બીચ
અંદમાન સૌથી સુંદર અને ઓછી ભીડભાડવાળું દ્વીપ છે. અહી તમે સવારે સમુદ્ર તટનો નજારો ચાલીને નીહાળી શકો છો. ગીટાર આકારનો આ બીચ એક પાડોસી દ્વીપ સાથે જોડાયેલો છે.