નવા વર્ષે રશિયા જવા માંગો છો તો આ હોટલમાં રોકાઇ શકો છો

0
599
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

વિશ્વનો સૌથી મોટો દેશ રશિયા, પર્યટનની રીતે પણ ઘણું મહત્વ ધરાવે છે. બરફના પહાડોથી લઇને પોતાની ઐતિહાસિક ઇમારતો સુધી ઓળખ ધરાવનારું રશિયા નવુ વર્ષ મનાવવા માટે ઘણી ખાસ જગ્યા છે. જો તમે પણ નવા વર્ષની ઉજવણી કરવા માટે રશિયા જવા માંગો છો તો કોઇપણ જાતની રાહ જોયા વિના અત્યારે જ બુકિંગ કરો. રશિયામાં રહેવા લાયક હોટલો ઘણી છે તો આવો કરીએ આવી જ કેટલીક હોટલો પર નજર.

Renaissance Moscow Monarch Centre Hotel

આ હોટલ મોસ્કો શહેરના ઉત્તરમાં સ્થિત છે અને ડિનામો મેટ્રો સ્ટેશન અને સ્ટેડિયમથી ફક્ત 10 મિનિટના અંતરે આવેલી છે. તો તમે તમારા ફ્રી સમયમાં ઘણી ચીજો જોઇ શકો છો.

આ હોટલમાં આપને ફ્રી વાઇફાઇ, પાર્કિંગ, સ્વિમિંગ પુલ્લ, એરપોર્ટ શટલ, સ્પા, બાર જેવી સુવિધાઓ મળશે. આ હોટલમાં આપને એક લકઝરી સ્ટેનો આનંદ મળશે અને સાથે જ શ્રેષ્ઠ સર્વિસ પણ મળશે. આપને આ હોટલમાં ખાવા માટે યુરોપની ડિશની સાથે સાથે એશિયાની પણ અલગ અલગ ડિશ મળશે. આપને હોટલ સ્ટાફ તરફથી 24 કલાકની સુવિધા મળશે. તમને અહીં ઇનડોર સ્વિમિંગ પુલ, જાકુઝી, હમામની સુવિધાઓની સાથે 24 કલાક ખુલ્લી રહેતું ફિટનેસ સેન્ટર પણ છે. આ હોટલને રેટિંગ પણ સારા મળ્યા છે.

Holiday Inn St. Petersburg Moskovskye Vorota

સેન્ટ પિટ્સબર્ગમાં આવેલી આ ઘણી જ સુંદર હોટલ છે. અહીં તમને free wifi, parking, family rooms, shuttle, non smoking rooms, fitness center, bar જેવી સુવિધાઓ મળશે. અહીં સ્ટાફ તમારી પૂરી મદદ કરે છે.

આ હોટલના દરેક રુમમાં ગેસ્ટને એસી, ટીવી, ઇલેક્ટ્રિક ટી પોટ, જેવી ચીજોની સુવિધા મળશે. આ હોટલમાં બાળકો માટે એક રમતનું મેદાન પણ છે. આ ઉપરાંત, જો ખાવાની વાત કરવામાં આવે તો અહીં ઇટાલિયન, રશિયન ખાવાનું આરામથી મળી જાય છે. આ હોટલથી ફક્ત 4 કિલોમીટર દૂર Mariinsky theater છે અને 4.7 કિલોમીટર સેન્ટ ઇશાકનું કેથેડ્રલ છે. આ ઉપરાંત, હોટલને સારા રેટિંગ પણ મળ્યા છે.