સારૂ હોત જો ગરમી ન પડતી હોત! જરા એવું વિચારો કે, મે મહિનામાં તમારી બાલ્કનીમાં ઠંડી-ઠંડી હવાનો આનંદ માણી રહ્યા છો. તમારી બાલ્કનીમાં સૂર્યાસ્તની મજા લઇ રહ્યા છો. કેટલું સારૂ હોત જો મે મહિનો આવો હોત. સપનાની દુનિયામાંથી બહાર નીકળો અને જુઓ શહેરમાં કેટલી ગરમી છે. પરંતુ જો, તમે ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માંગો છો તો આ જ મહિને તમારી બેગ ઉઠાવો અને ભારતના આ 6 શહેરોમાં ફરવા જવાનો આનંદ ઉઠાવો.
તો આવો તમને જણાવીએ, મે મહિનામાં ફરવા માટેની સૌથી શાનદાર જગ્યા કઇ છે….
1. હાર્સિલી હિલ્સ, આંધ્ર પ્રદેશ
આ સ્વર્ગ છે. જો તમારે હિલ્સનો નજારો જોવો હોય તો અહીં જરૂર જાઓ. જો તમે તમારી વ્યસ્ત લાઇફથી તંગ આવી ગયા છો તો અહીં જઇને તમને શાંતિ જરૂર મળશે. અહીં તમને દરેક જગ્યાએ મોંગે, ગુલમહોર, વાદળી ગુલમહોર અને યુકેલિપ્ટસના ઝાડ જોવા મળશે. જો તમે કુદરતની નજીક રહેવા માંગો છો તો તમારા માટે આ સૌથી બેસ્ટ છે. હાર્સિલી હિલ્સમાં તમે ઝોરબિંગ, રેપ્લિંગ, ટ્રેકિંગની મજા લઇ શકો છો.
2. શિલોંગ, ચેરાપુંજી, મેઘાલય
અહીંના સુંદર પર્વતોને નિહાળવાની પોતાની જ મજા છે. શિલોંગ એક સુંદર જગ્યા છે. અહીં અલગ-અલગ તહેવાર અને પરંપરાઓ પણ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. શિલોંગમાં મોટાભાગની મહિલાઓ તમને એવી જોવા મળશે જે પોતાનો બિઝનેસ કરતી હોય. શિલોંગથી ચેરાપુંજી જતી વખતે આપને અનેક ગુફાઓની સુંદરતા જોવા મળશે. ચેરાપુંજી એશિયાની સૌથી સ્વચ્છ જગ્યાઓમાંની એક છે. તેથી જ તેની સુંદરતા તમારૂ મન મોહી લે છે.
3. મનાલી, હિમાચલ પ્રદેશ
મનાલી એક એવી જગ્યા છે જે મોટાભાગના લોકોએ તેમના જીવનમાં એકવાર જરૂર જોઇ હશે. પરંતુ, મે મહિનાની ગરમીને જોતાં ફરીએકવાર ત્યાં જરૂર જવું જોઇએ. મનાલી હંમેશા શાંત, ઠંડી અને સુંદર બની રહે છે. અહીંનું જંગલ અને ઠંડુ વાતાવરણ મનાલીની સુંદરતાને વધુ આકર્ષક બનાવે છે.
4.તવાંગ, અરૂણાચલ પ્રદેશ
10,000 ની ઉંચાઇ પર વસેલું આ શહેર અરૂણાચલ પ્રદેશની શાન છે. અહીં અનેક ઝરણા, ખીણો અને નદીઓ છે.તવાંગના સરોવરો અને ઝરણા તમને મે મહિનાની ગરમી અને બફારાથી જરૂર છુટકારો અપાવી શકે છે.
5. તિર્થાન ઘાટી, હિમાચલ પ્રદેશ
પ્રકૃતિને પ્રેમ કરનારા માટે આ જગ્યા કોઇ સ્વર્ગથી કમ નથી. તીર્થાન ખીણ હિમાલય નેશનલ પાર્કથી 3 કિલોમીટર દૂર છે. આ જગ્યા ટ્રાઉટ માછલી માટે વખણાય છે.