ચોમાસું નજીક છે ત્યારે કોઇ હિલસ્ટેશન પર ફરવા જવું હોય તો તમારા માટે બેસ્ટ જગ્યા છે સાપુતારા. સાપુતારમાં રહેવા માટે અનેક હોટલો છે પરંતુ આજે અમે આપને એક 4 સ્ટાર રિસોર્ટ વિશે જણાવીશું.
સાપુતારામાં બારેમાસ ખુશનુમા આબોહવા
સાપુતારામાં બારેમાસ વાતાવરણ ખુશનુમા હોય છે. અહીં ગીરા ધોધ, સનરાઇઝ પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, વાંસદા નેશનલ પાર્ક, પૂર્ણા સેન્ક્ચુરી, રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન સહિત અનેક જોવાલાયક જગ્યાઓ છે. ઉપરાંત અહીં લેકમાં બોટિંગનો આનંદ માણી શકાય છે તો રોપ-વેની મજા પણ લઇ શકાય છે. અહીં રહેવા માટે અનેક હોટલ્સ અને રિસોર્ટ્સ છે પરંતુ જો તમારે હોટલમાંથી લેકનો નજારો જોવો હોય તો તમારા માટે હોટલ લેક વ્યૂ બેસ્ટ જગ્યા છે.
શું છે હોટલની ખાસિયત અને સુવિધાઓ
હોટલ લેક વ્યૂ સાપુતારાના મિડલમાં બિલકુલ લેકની નજીક છે. આ હોટલમાં તમને લકઝ્યુરિયસ સુવિધા મળે છે. અહીંના મહારાજા શ્યૂટમાં તમને રૂમની અંદર હિંચકા પર ઝુલતા ઝુલતા રૂમની બન્ને બાજુથી લેકનો વ્યૂ મળે છે. હોટલમાં પ્રીમિયમ, ડિલક્સ, સુપર ડિલક્સ, પ્રેસિડેન્સિયલ, હનીમુન સહિત કુલ 7 કેટેગરીના 55 રૂમ્સ ઉપલબ્ધ છે. લેક વ્યૂ વિશાળ બેન્કવેટ હોલની સાથે વેડિંગ માટેની ઉત્તમ સુવિધા ધરાવે છે. લગ્ન, બર્થ ડે પાર્ટી, કોર્પોરેટ ઇવેન્ટ્સ માટે અહીં વિશાલ લોન છે. હોટલ લેક વ્યૂમાં દિવાને ખાસ અને સુગર એન સ્પાઇસ જેવી મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ્સ છે. આ હોટલનું ગુજરાતી ફૂડ વખણાય છે. અન્ય સુવિધાઓની વાત કરીએ તો હોટલમાં સ્વિમિંગ પુલ, અત્યાધુનિક જીમ, ગેમ ઝોન, સ્પા અને વાઇફાઇની સુવિધા છે. દરેક પ્રીમિયમ રૂમમાં જાકુઝી છે. હોટલની સુવિધાઓ અંગે લેક વ્યૂના મેનેજર અભિષેક નાથ જણાવે છે કે અમારી હોટલનું લોકેશન આર્દશ છે તેમજ અહીંનું ફૂડ તમને આ હોટલ સુધી ખેંચી લાવશે. હોટલનો સ્ટાફ સંપૂર્ણ રીતે પ્રોફેશનલ છે અને આવનારા ગેસ્ટને કેવી રીતે ટ્રીટ કરવા તે સારી રીતે જાણે છે.
હોટલના ભાડાં
આ લક્ઝુરિયસ હોટલનું ભાડું સામાન્ય બજેટ હોટલોથી થોડુંક વધારે છે. સામાન્ય દિવસોમાં 3000થી 7,000 (per night) ની આસપાસ કપલ રૂમ મળી જાય છે. પરંતુ દિવાળીમાં તમારે આનાથી ઉંચા ચાર્જ ચૂકવવા પડી શકે છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.