આ રિસોર્ટનું અદભૂત લોકેશન તમારૂ મન મોહી લેશે, ચોમાસામાં રોકાવા જેવું છે

0
1659
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ચોમાસું શરુ થઇ ગયું છે તો આવા વાતાવરણમાં જો તમે વિકેન્ડમાં જંગલની મજા લઇને કુદરતના સાનિધ્યમાં રહેવા માંગો છો તો આવી એક જગ્યા છે ઇડરની પાસે આવેલા ‘પોળોના જંગલ’. આ પોળોને લોકો પોલો ફોરેસ્ટ તરીકે પણ ઓળખે છે. અહીં જંગલ નજીક રહેવું હોય તો પોલો રિટ્રીટ એક સુંદર રિસોર્ટ છે જેમાં ડે પિકનિક કે પછી રાત્રી રોકાણ કરી શકાય છે.

જંગલની મજા અને એસી ટેન્ટમાં રોકાણ

વન ડે પિકનિક માટે વિજયનગરના પોળોના જંગલ એક સુંદર જગ્યા છે. અમદાવાદથી માત્ર 150 કિમી દૂર આવેલા આ પોળો જંગલની મજા માણવા લોકો વિકેન્ડમાં ઉમટી પડે છે. પરંતુ જો તમારે ભીડથી બચવું હોય તો શનિવારે જંગલ નજીક રિસોર્ટમાં રોકાઇને રવિવારે વહેલી સવારે ટ્રેકિંગ કરવા નીકળી શકાય છે.

 

જંગલને અડીને આવેલો પોલો રિટ્રીટ રિસોર્ટ તમને જંગલ જેવો જ અનુભવ કરાવશે. હાલ ચોમાસાની સીઝનની શરૂઆત થઇ રહી છે. ત્યારે આ સ્થળે એકદમ આહલાદ્ક વાતાવરણનો અનુભવ કરાવે છે. ચોમાસા ઉપરાંત શિયાળામાં અહીં રાત્રે કેમ્પફાયરની મજા પણ માણી શકાય છે.

પોલો રિટ્રીટ રિસોર્ટમાં સુવિધાઓ

પોલો રિટ્રિટ રિસોર્ટમાં તમને એસી ટેન્ટ કે કોટેજમાં રહેવાની સુવિધા, ગુજરાતી અને રાજસ્થાની ભોજનની સાથે ફોક ડાન્સનો આનંદ માણી શકાશે. તો એક રાત અને બે દિવસના પેકેજમાં પોળોના જંગલમાં ટ્રેકિંગ, બર્ડ વોચિંગ, હોર્સ રાઇડિંગ તેમજ અન્ય એડવેન્ચર એક્ટિવિટીઝ માણવા મળી શકે છે. પોલો રિટ્રીટ પાસે સરકાર દ્ધારા માન્યતા પ્રાપ્ત 20 વર્ષના અનુભવી ગાઇડની સુવિધા પણ તમને મળશે. આ ગાઇડની મદદથી તમે વિજયનગરના પોળોના જંગલના ખૂણેખૂણાથી માહિતગાર બની જશો.

પોલો રિટ્રીટ રિસોર્ટ બે પ્રકારના છે એકમાં કોટેજની તો એકમાં ટેન્ટની સુવિધા છે. કોટેજ અને ટેન્ટ મળીને રિસોર્ટમાં કુલ 14 રૂમ્સ છે. જેમાં 2 એસી ટેન્ટ સહિત કુલ 7 ટેન્ટ અને 7 એસી કોટેજની વ્યવસ્થા છે. એક રાત અને બે દિવસ (2Day 1Night luxurious package) ના પેકેજમાં ટ્રેકિંગ, રિવર વોકિંગ, કેમ્પફાયર, સાઇટસિંગ, ડેમ વિઝિટિ, ફોક ડાન્સની મજા માણી શકાય છે. તેમજ પેકેજમાં તમને લંચ, બ્રેકફાસ્ટ, ડીનરની સુવિધા મળશે. ગુજરાતી, પંજાબી, રાજસ્થાની ફૂડનો ચટાકો તમે કરી શકો છો. અહીં હોર્સ રાઇડિંગ અને કેમલ રાઇડિંગ પણ રિકવેસ્ટ પર કરી શકાય છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.