ઉદેપુરના આ લક્ઝુરિયસ રિસોર્ટમાં ઉતરી જશે તમારો થાક, જાણો ભાડું

0
760
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગુજરાતીઓ અને તેમાંય ખાસ કરીને અમદાવાદીઓ માટે ઉદેપુર કોઇપણ વેકેશન કે વિકેન્ડ્સમાં ફરવા જવાનું એક ઉત્તમ સ્થળ છે. ઉદેપુરમાં આમ તો અનેક રિસોર્ટ્સ છે પરંતુ જો તમે એકના એક રિસોર્ટમાં રોકાઇને કંટાળ્યા હોવ અને રિયલ લક્ઝરીનો અનુભવ કરવા માંગતા હોવ તો તમારા માટે શોર્યગઢ રિસોર્ટ અને સ્પા એક સુંદર જગ્યા છે. અહીં તમે તમામ પ્રકારનો આનંદ લઇ શકો છો.

અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલો આ રિસોર્ટ સજ્જન ગઢથી નજીક છે. અહીં વૈભવી રહેણાંક (એકેમોડેશન), બેન્કવેટ હોલ, ઉદેપુરની પ્રથમ રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ, 24 કલાકની કોફી શોપ અને વિશાલ ગ્રીન લોન છે જે તમામ પ્રકારની ઇવેન્ટ્સ માટે સુંદર સ્થળ છે.

ક્યાં છે શોર્યગઢ રિસોર્ટ

શિલ્પગ્રામ નજીક, રાણી રોડ, ફતેહ સાગર વિલેજ હવાલા ખુર્દ, ઉદેપુર, રાજસ્થાન

રિસોર્ટથી અંતર

અમદાવાદ-266 કિમી
ઉદેપુર એરપોર્ટ-27 કિમી
ઉદેપુર બસ સ્ટેશન-8 કિમી
ઉદેપુર રેલવે સ્ટેશન-9 કિમી

શોર્યગઢ રિસોર્ટમાં સુવિધાઓ (Shouryagarh Resort)

24 વૈભવી ગાર્ડન, લકઝરી અને શ્યૂટ રૂમ્સ
કેટલાકમાં ખાનગી ટેરેસ
પરંપરાગત અને મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ અને બાર
આયુર્વેદિક સ્પા, સિંગલ અને કપલ મસાજ રૂમ
ઇનડોર સ્વિમિંગ પુલ અને હેલ્થ હેન્ટર
આઉટડોર એક્ટિવિટીઝ
કિડ્સ પ્લે એરિયા (બાળકો માટે રમતનો વિસ્તાર)
વોલીબોલ, બેડમિન્ટન, ઇનડોર ટેબલ ટેનિસ
1,75,000 ચોરસફૂટમાં ફેલાયેલો વેડિંગ અને રિસેપ્શન માટેનો ગાર્ડન
8000 કરતાં વધુ કોર્પોરેટ ફંકશન માટેની સ્પેસ

કુલ પાંચ પ્રકારના રૂમ
લકઝરી રૂમ, ગાર્ડન રૂમ, પેલેસ શ્યૂટ, રોયલ શ્યૂટ, ગ્રાન્ડ વિલેજ શ્યૂટ

રૂમમાં સુવિધા

કિંગ-ટ્વિન બેડ સાથે ડૂવેટ મેટ્રેસ
42 ઇંચ એલઇડી ટીવી
ટી-કોફી મેકર
આઇએનએઆરએની ટોઇલેટરીઝ
મેકઅપ મિરર
વેઇંગ સ્કેલ (વજન કાંટો)
શ્યૂટ-સ્કર્ટ-હેંગર્સ
રિકવેસ્ટથી સ્લિપર્સ, હેરડાયર્ડ, ડેન્ટલ કીટ
હાઇ-સ્પીડ ઇન્ટરનેટ
મીની બાર
ઇલેક્ટ્રિક તિજોરી
24 કલાક રૂમ ડાઇનિંગ મેનુ

રૂમનું ભાડું
લક્ઝરી રૂમ રૂ.9000, બ્રેકફાસ્ટ અને ડીનર સાથે કપલ માટે(બે વ્યક્તિ)
પેલેસ શ્યૂટ રૂ.10,000 બ્રેકફાસ્ટ અને ડીનર સાથે (કપલ રૂમ)
5 વર્ષ સુધીના બાળકનો ફ્રી સ્ટે
5 વર્ષથી ઉપરની વ્યક્તિના રૂ.2000

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.