ટ્રિપ પર પેકિંગ માટે 10 જરૂરી ટિપ્સ, જેને અપનાવીને થઇ શકો છો ટેન્શન ફ્રી

0
687
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

તમે કોઇ ટ્રિપ પર જવાના હોવ અને જેમ જેમ યાત્રાનો દિવસ નજીક આવતો જાય તેમ તેમ તમારુ ટેન્શન વધતુ જાય છે. સામાન બરોબર પેક થયો કે નહીં તેની ચિંતા રહે છે. આજે અમને 10 પેકિંગ ટિપ્સ બતાવીશું જેને તમારી યાત્રા દરમિયાન અવશ્ય અપનાવવી જોઇએ.

એક ચેકલિસ્ટ બનાવો

કોઇ પણ યાત્રા માટે પેકિંગનું પ્રથમ સ્ટેપ એક ચેકલિસ્ટ છે. તો હવે જ્યારે પણ કોઇ નવા સ્થળે જઇ રહ્યા હોવ તો પોતાનું ચેક લિસ્ટ બનાવવાનું ભૂલશો નહીં. સાથે જ તમે તમારી સાથે લઇ જનારા સામાનનો રફ આઇડિયા પણ તે ચેક લિસ્ટમાં નોંધો. જે દિવસે તમે યાત્રા પર જઇ રહ્યા છો તે દિવસે પોતાનું ચેક લિસ્ટ તપાસી લો. ક્યાંક કંઇક બાકી તો નથી રહી ગયું ને તે જોઇ લો.

જ્યાં જઇ રહ્યા છો તેની જાણકારી

પેકિંગથી પહેલા જ્યાં જવાનું છે તે જગ્યા અંગેની જાણકારી, પોતાની ટ્રિપનો પ્રકાર જેવી મહત્વની જાણકારી પણ પોતાની સાથે અવશ્ય રાખો. આમ કરીને તમે તમારા માટે યોગ્ય અને જરુરી સામાનનું જ પેકિંગ કરો.

શ્રેણીબદ્ધ કરો

કેટલીક વાતો તમારી બધી ટ્રિપ્સમાં કૉમન હશે તો પોતાની નવી ટ્રિપ વખતે તે ચીજો અને તે વાતોને નોંધવાનું બિલકુલ ન ભૂલતા. જેમ કે પોતાના કપડા, જુતા, દવાઓ, ગેજેટ, ખાવાનું અને ટિકિટ વગેરે. તમે એક લિસ્ટ બનાવો અને આ ચીજોને પોતાના લિસ્ટની સાથે મેળવો.

કપડા

કોઇ પણ ટ્રિપ પર કપડા હંમેશાથી જ એક મહત્વનો મુદ્દો રહ્યો છે. સામાન્ય રીતે જોવામાં એ આવ્યું છે કે લોકો કોઇ પણ ટ્રિપ પર જતી વખતે હંમેશા જરુરત કરતાં વધુ કપડા લઇ જાય છે. અમારી ભલામણ છે કે તમે તમારા કપડાની પસંદગી પોતાની ટ્રિપના પ્રકાર અનુરૂપ કરો.

ઉદાહરણ તરીકે જો તમે કોઇ હિલ સ્ટેશન પર જઇ રહ્યા છો તો પોતાની સાથે ટી-શર્ટ અને શોર્ટ્સ ન લો પરંતુ ગરમ કપડા અવશ્ય રાખો. જો તમે બીચ પર જઇ રહ્યા છો તો ટી-શર્ટ અને શોર્ટ્સ તમારી બેગમાં અવશ્ય હોવા જોઇએ. જો કોઇ પર્વતીય સ્થળની યાત્રા સમયે તમારી પાસે ટ્રેકિંગ માટે સારા જૂતા હોવા જોઇએ. છેવટે અમે આપને એ જ કહીશું કે પોતાના કપડાની પસંદગી તમે તમારી ટ્રિપના હિસાબથી કરો.

જૂતા અને અન્ય ચીજો

એ જોવામાં આવ્યું છે કે સામાન બાંધતી વખતે જુતા હંમેશા વધારે સામાન રોકે છે તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે જુતા તમે એક અલગ જ બેગમાં રાખો અને તેની સંખ્યા એટલી જ હોવી જોઇએ કે તે ફક્ત તમારી જરુરીયાત પૂરી કરી શકે. આ ઉપરાંત દંતમંજન, કાંસકા જેવી ચીજો પણ સાથે રાખો.

હેલ્થ કિટ

યાત્રા દરમિયાન સામાન્ય શરદી-ખાંસી હોવી એક સામાન્ય વાત છે પરંતુ ક્યારેક લાપરવાહીના કારણે વ્યક્તિની તબિયત વધારે ખરાબ થઇ જાય છે. તેથી પોતાની યાત્રા પર એક મેડિકલ કિટ અવશ્ય સાથે રાખો. આ મેડિકલ કિટ વધારે મોંઘી નથી હોતી અને તે કોઇપણ મેડિકલ સ્ટોર પર મોટી જીત સરળતાથી પ્રાપ્ત થઇ જશે.

કનેક્ટ રહો

ઓફિસિયલ ટ્રિપ હોય કે ફેમિલી ગેટ ટુ ગેધર તમે તમારા લોકો સાથે કનેક્ટ અવશ્ય રહો. તમારે એ વાતનું પૂર્ણ ધ્યાન રાખવું જોઇએ કે તમારા સામાનમા લેપટોપ, ટેબલેટ, ફોન અને કેમેરા રાખ્યો હોય. સાથે જ તમે આ બધી ચીજોને ચાર્જરની સાથે પણ રાખવાનું ન ભુલતા. સારુ એ રહેશે કે આ બધી ચીજોને તમે તમારા ચેક લિસ્ટમાં નોંધી રાખો.

પેપર વર્ક

પોતાની ટ્રિપ દરમિયાન તમારે એ વાતનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાનું છે કે તમારી ટિકિટ, પાસપોર્ટ, ઓળખપત્રો અને વીઝા (જો તમે વિદેશ જઇ રહ્યા છો તો)ની યોગ્ય રીતે તપાસ કરી લો. અને તેને એક અલગ બેગમાં રાખી લો. તમે આ સામાનને જ્યાં પણ રાખો ફક્ત એ વાતનું ધ્યાન રાખો કે તમે તેને એવી જગ્યાએ રાખ્યા હોય કે શોધવા પર આ સામાન તમને સરળતાથી મળી શકે.

પેક સ્માર્ટ

કોઇ પણ યાત્રા માટે પેકિંગ સ્માર્ટ હોવું જરુરી છે. ભારે સામાન સૌથી નીચે રાખો. બેગમાં કપડા રોલ કરીને રાખો જેથી સામાન ઓછી જગ્યા રોકશે. તમે તમારા સામાનનું વર્ગીકરણ કરો. ઇલેક્ટ્રિક સામાન એક સ્થાન પર ખાવાનું અને જુતા વગેરે અલગ અલગ બેગોમાં રાખો. બાદમાં તમારા સામાનને ચેકલિસ્ટ સાથે સરખાવો.