કોરોના કાળમાં વિચાર આવ્યો અને શરૂ કર્યું પાણીપુરી ડોટ કોમ, ચોકલેટ પુરીના અમદાવાદીઓ છે દિવાના

0
1320
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ફરકીની પાસે પાણીપુરી ડોટ કોમ (paani-puri.com)નામનું ફૂડ પાર્લર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં 7 ફ્લેવરમાં પાણીપુરી મળે છે અને એ પણ બિલકુલ હાઇજેનિક. પાણીપુરી ડોટ કોમમાં પાણીપુરી કેવી રીતે સર્વ કરવામાં આવે છે તે અંગે આપણે આગળ વાત કરીશું પરંતુ એ પહેલા આની શરૂઆત કેવીરીતે થઇ તેની વાત કરીએ.

કોરોના કાળમાં જ્યારે બધા ઉદ્યોગ ધંધા ઠપ્પ હતા ત્યારે મણીનગરમાં રહેતા દિપક શાહે પાણીપુરીનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. કોરોનાને લઇને લોકો ખાસ્સા સચેત હતા અને લારીઓ પરની પાણીપુરી ખાવામાં સંકોચ અનુભવી રહ્યા હતા ત્યારે દિપકભાઇએ લોકોને હાઇજેનિક પાણીપુરી આપવાનું વિચાર્યું અને આ વિચારમાંથી જન્મ થયો પાણીપુરી ફિલિંગ મશીનનો. દિપકભાઇએ એક મશીન બનાવડાવ્યું જેમાં 7 જાતની પાણીની ફ્લેવર મળે. મશીનમાં સેન્સર લાગેલા છે એટલેકે તમે પુરીને નોઝલની નીચે ધરો એટલે પાણી ઓટોમેટિક તમારી પુરીમાં પડવા લાગે છે. દિપકભાઇના જણાવ્યા અનુસાર કોરોના કાળ દરમિયાન પણ દરરોજનું 8 થી 10 હજારનું ટર્નઓવર થઇ રહ્યું છે.

સાદી ભાષામાં કહીએ તો લારીની પાણીપુરીની જેમ પુરીમાં પાણી ભરવા માટે પવાલીમાં હાથ ડુબાડવા પડતા નથી. તમે જાતે વિવિધ ફ્લેવરનું પાણી તમારી પુરીમાં લઇ શકો છો. અહીં તમને એક પ્લેટમાં મસાલો ભરીને પુરી આપી દેવામાં આવે છે અને તમારે પુરીને ફક્ત પાણીના નોઝલ નીચે ધરવાની જ રહે છે. દિપકભાઇનું કહેવું છે કે અમે હાઇજીનનો ખુબ જ ખ્યાલ રાખીએ છીએ. કર્મચારી હંમેશા હાથમાં ગ્લોવ્ઝ સાથે જ જોવા મળશે. પાણી પણ મિનરલ વોટર જ હોય છે.

ફ્લેવર્ડ પાણીપુરી

પાણીપુરી ડોટ કોમમાં તમને સ્પાઇસી, ખટ્ટા મીઠા, ફુદિના, હિંગ, જલ જીરા, લસણ, આદુ લિંબુ, કોકટેલ વગેરે ફ્લેવરનું પાણી મળે છે. તો ચટની, મસાલા, દહીં, સેવ પુરી, જૈન પુરી પણ મળે છે. આ ઉપરાંત, પિઝા, ડબલ ચીઝ પિઝા, ચોકલેટ, નટેલા ચાટ પાણીપુરી પણ મળે છે. ચોકલેટ પાણીપુરી અહીંની સ્પેશ્યાલિટી છે. પાણીપુરી સિવાય સ્પાઇસી ચાટ, દહીં પાપડી ચાટ, ભેળ, ચોકો શેક વગેરે પણ મળે છે.

ફ્રેન્ચાઇઝી ઓફર

પાણીપુરી ડોટ કોમે હવે ફ્રેન્ચાઇઝી પણ આપવાની શરૂ કરી છે. જેમાં છ થી સાત લાખ રૂપિયામાં તમે પણ હાઇજેનિક પાણીપુરીનો ધંધો કરી શકો છો. તમે તમારી જરુરીયાત અનુસાર અલગ અલગ ડિઝાઇનમાં થ્રી ડિસ્પેન્સર નોઝનલ મશીન, 4 કે 5 ડિસ્પેન્સર નોઝલ મશીન અથવા તો 7 કે 8 નોઝલ ડિસ્પેન્સર મશીન બનાવડાવી શકો છો. ફ્રેન્ચાઇઝી મોડલ અંગે દિપકભાઇ જણાવે છે કે અમારુ ફ્રેન્ચાઇઝી મોડલ લો ઇન્વેસ્ટમેન્ટ અને હાઇ પ્રોફિટ પર આધારીત છે. જેમાં અમે ફ્રેન્ચાઇઝીને બ્રાન્ડ રેક્નાઇઝેશન, ઓટોમેટિક પાણીપુરી ફિલિંગ મશીન, ફ્રેન્ચાઇઝી સેટઅપ માટે સલાહ, મશીનને ચલાવવાની રીત, ઇમરજન્સીમાં ટેક્નિકલ સપોર્ટ, સોશ્યલ મીડિયા બ્રાન્ડિંગ, ડિજિટલ માર્કેટિંગ સપોર્ટ તેમજ અન્ય ટ્રેનિંગ પણ આપીએ છીએ.

ફ્રેન્ચાઇઝી માટે સંપર્ક

ફોનઃ (+91) 7575880364/65/66
મેઇલઃ info@paani-puri.com
paanipuri.com@gmail.com
સરનામુંઃ A/7, Shalin Complex, Nr. Farki Lassi, Krishna Bag, Maninagar,Ahmedabad-380008