ઉદેપુરમાં હેરિટેજ હોટલોની ખોટ નથી. જો તમારે ચીલા ચાલુ હોટલના બદલે કોઇ લક્ઝુરિયસ અને હેરિટેજ હોટલમાં રજાઓ ગાળવી છે તો ચાલો ફરવા આજે તમારા માટે એક એવી હોટલ લઇને આવ્યું છે જેમાં રહેવાથી તમને રાજા જેવી ફિલિંગ આવશે અને આ જગ્યા છે ઉદેપુરનો ભૈરવ ગઢ હેરિટેજ રિસોર્ટ. આ રિસોર્ટમાંથી તમને અરવલ્લીના પહાડોના દર્શન થાય છે. એક સુંદર લોકેશન પર આ જગ્યા આવેલી છે. આ રિસોર્ટમાં તમને પરંપરાગત રાજસ્થાની કલ્ચરથી સ્વાગત કરવામાં આવશે. રિસોર્ટમાં પ્રવેશતાં જ 16 ફૂટ ઉંચુ ઝુમ્મર તમને રાજાશાહી કલ્ચરનો અનુભવ કરાવશે. જો તમને કોઇ મહેલમાં રહેવાનું મન થાય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે.
ક્યાં છે ભૈરવ ગઢ રિસોર્ટ
મહારાણા પ્રતાપ ખેલગાંવ, 200 ફૂટ રોડ, આરટીઓની સામે, ભુવાના,ચિત્રકુટ નગર, ઉદેપુર, રાજસ્થાન
ભૈરવગઢ રિસોર્ટથી અંતર
ઉદેપુર બસ સ્ટેશન 9 કિમી
ઉદેપુર એરપોર્ટ 25 કિમી
ઉદેપુર રેલવે સ્ટેશન 9.7 કિમી
અમદાવાદ 271 કિમી
કેવી છે સુવિધા
રેસ્ટોરન્ટ અને બાર
ગાર્ડન, સ્વિમિંગ પુલ
સ્પા અને જાકુઝી
લોન્ડ્રી સર્વિસ
ડોક્ટર ઓન કોલ
ટૂર ડેસ્ક
બેન્કવેટ, કોન્ફરન્સ હોલ
વેડિંગ વેન્યૂ
અનલિમિટેડ વાઇફાઇ
રૂમમાં સુવિધા
આધુનિક વોશરૂમ
કિંગસાઇઝ બેડ
એર કન્ડીશન
ઇન્ટરકોમ
એલસીડી ટીવી
રૂમ સર્વિસ, વિશાળ જગ્યા
કેટલું છે ભાડું
2 રાત 3 દિવસ (કપલ પેકેજ)
બ્રેકફાસ્ટ અને ડીનર સાથે
રૂ.13,000+18 ટકા જીએસટી
એકસ્ટ્રા બેડ એડલ્ટ રૂ.4500
એકસ્ટ્રા બેડ ચાઇલ્ડ રૂ.3500
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.