સિંગાપુર પોતાની વાસ્તુકળા અને સ્કાઇલાઇન માટે ઓળખાય છે. એવામાં આપને ઘણીવાર હોટલમાં ખરાબ નજરોના કારણે નિરાશા સાંપડી શકે છે. આ નિરાશાને દૂર કરવા માટે અમે આપના માટે સિંગાપુરમાં 5 સ્ટાર હોટલનું લિસ્ટ બનાવ્યું છે. જે આપને એક સારો વ્યૂ આપે છે.
The Fullerton Bay Hotel
સિંગાપુરમાં 5 સ્ટાર હોટલના લિસ્ટમાં સૌથી પહેલા અમે આપને બતાવીએ છે Floating હોટલ અંગે જે Marina bayના પાણી પર Float કરે છે. આ હોટલ એક ઘણું જ સુંદર દ્રશ્ય આપે છે અને કેમ ન હોય, દિવાલ જેટલી મોટી બારીઓની બહાર જોશો તો Marina bay Sands દેખાય છે અને ટેરેસથી સિંગાપુર સ્કાઇલાઇનનો નજારો દેખાય છે. અહીંથી સિંગાપુર ફ્લાઇર અને આર્ટ સાયન્સ મ્યૂઝિયમ દેખાય છે.
Marina Bay Sands Hotel
સિંગાપુરમાં 5 સ્ટાર હોટલ અંગે સૌથી પહેલો વિચાર જે તમારા મનમાં આવે છે તે Infinity pool હોય છે. આ 150 મીટર લાંબા પૂલના કિનારે બેસીને આનંદ કંઇક અલગ હોય છે, આ પૂલ 57મા માળે સ્થિત છે.
અહીં પૂલમાં બેસીને જ ફક્ત સારો અનુભવ નથી થતો પરંતુ અહીંથી શહેરનો પણ સુંદર અનુભવ થાય છે. આ હોટલની 3 બિલ્ડિંગને આ પૂલ જોડે છે. આ જ કારણથી આ હોટલ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.
Mandarin Oriental
આ હોટલની સૌથી ખાસ વાત એ છે કે અહીં બારીઓની બહાર જોતા જ ઘણો સુંદર નજારો દેખાય છે, અહીંથી આપને ફ્લાયર અને સ્કાઇલાઇનનો નજારો દેખાય છે.
The Ritz Carlton
આ હોટલમાં તમે બારીની પાસે બાથટબમાં બેસીને સિંગાપુરના સુંદર નજારાને જોઇ શકો છો. આ એક સપના જેવું લાગે છે, પરંતુ Ritz Carltonમાં હકીકતમાં બદલાઇ જાય છે. આ સિંગાપુરમાં 5 સ્ટાર હોટલમાં સૌથી સુંદર છે.
Conrad Centennial Singapore Hotel
મોટી અને વિશાળ કાંચવાળી બારીઓ આ હોટલની ઓળખ છે. ઘણાં લોકો આ હોટલને બિજને હોટલ કહે છે. પરંતુ આ પર્યટકોને પણ ઘણી પસંદ આવે છે. અહીં પાસે 3 મૉલ પણ છે, આ ઉપરાંત આપને હોટલની બહાર સિંગાપુરનો ફ્લાયરનો નજારો જોવા મળશે.
Swissotel The Stamford
સિંગાપુરમાં 5 સ્ટાર હોટલ Swissotel The Stamfordને એક જમાનામાં વિશ્વની સૌથી ઉંચી હોટલ કહેવાતી હતી. જો કે હવે એવું નથી, પરંતુ હોટલ હજુ પણ શહેરનો સુંદર નજારો પ્રદાન કરે છે. હોટલના 70મા માળે ડિનર કરો અને આછા પ્રકાશમાં શહેરના નજારાની મજા લો.