એડવેન્ચરથી ભરપૂર ટ્રેકિંગની મજા લેવા આ જગ્યા પર એકવાર જરુર જાઓ

0
749
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દરેક હરવા-ફરવાના શોખીન હોય છે. કેટલાક લોકોને શાંત જગ્યાએ જવાનું ગમતુ હોય છે, તો કેટલાક લોકોને એડવેન્ચરથી ભરપૂર જગ્યાઓ પર જવાનું પસંદ હોય છે. દેશમાં એવી ઘણી જગ્યા છે જે એડવેન્ચરથી ભરપૂર ટ્રેકિંગ માટે જાણીતી છે. સામાન્ય રીતે ટ્રેકિંગ માટે સૌથી ઉત્તમ સમય વરસાદનો હોય છે. આ ઉપરાંત, તમે દરેક ઋતુમાં ટ્રેકિંગનો આનંદ ઉઠાવી શકો છો. જો તમે રોમાંચકારી અનુભવોના સાક્ષી બનવા માંગો છો અને ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે આ જગ્યા પર જઇ શકો છો. આવો જાણીએ-

રાજમાચી

રાજમાચી એક કિલ્લો છે જે લોનાવાલાની નજીક છે. અહીંથી તમે સહ્રાદ્રી બોર્ડર અને Shirota જળધોધને જોઇ શકો છો. રાજમાચી પર ટ્રેકિંગ કરવાનું ઘણું જ સરળ છે અને કિલ્લાના શિખરે પહોંચવા માટે ફક્ત 40 મિનિટ જ લાગે છે. આના માટે બે ગુફાઓ છે.

વિસાપૂર

પુણેથી વિસાપૂરનું અંતર 78 કિલોમીટર છે. આ કિલ્લાના શિખરે પહોંચવા માટે લોહગઢ પછીનો રસ્તો થોડોક મુશ્કેલ છે. વિસાપૂર કિલ્લાના શિખરે ઘણાં વૉટરફોલ્સ છે. વરસાદના દિવસોમાં આ જગ્યા ઘણી જ સુંદર લાગે છે. આ ખીણની નજીક જળ સંસ્થાઓ (વોટર બોડિઝ) છે તો કિલ્લાથી પુણે-મુંબઇ રાજમાર્ગનું દ્રશ્ય જોવાલાયક હોય છે.

હરીશચંદ્રગઢ

પુણેથી હરીશચંદ્રગઢનું અંતર 118 કિલોમીટર છે. આ ફક્ત એક કિલ્લો જ નહીં પરંતુ જંગલમાં આવેલો છે. પાંચ અલગ અલગ રસ્તેથી કિલ્લાની ટોચ પર પહોંચી શકાય છે. કિલ્લાની ટોચ પર પહોંચવામાં ઘણો સમય લાગે છે. આ કિલ્લાની ટોચથી સૂર્યાસ્તનું દ્રશ્ય જોવાલાયક હોય છે.

રાજગઢ

ઇતિહાસકારોનું માનીએ તો એક સમયે મરાઠા સામ્રાજ્યની રાજધાની રાજગઢ હતી. આ પુણેથી 50 કિલોમીટરના અંતરે સ્થિત છે. વરસાદના દિવસોમાં રાજગઢના કિલ્લા પર ટ્રેકિંગ કરવાનુ કોઇ એડવેન્ચરથી કમ નથી. પાણી કુંડ અને બાલેકિલ્લા બન્ને કિલ્લાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.