દરેક હરવા-ફરવાનો શોખીન હોય છે. કેટલાકને કેમલ સફારીનો શોખ હોય છે, તો કેટલાકને ટ્રેકિંગનો શોખ હોય છે. તો કેટલાક લોકો લોંગ બંજી જમ્પિંગના શોખ પણ રાખે છે. આની શરૂઆત 1 એપ્રિલ 1979ના રોજ થઇ હતી. જ્યારે ઑક્સફર્ડ યૂનિવર્સિટીના કેટલાક સ્ટુડન્ટ્સે 250 ફુટ ઉંચા ક્લિફ્ટન સસ્પેન્શન બ્રિજથી જંપ લગાવ્યો હતો. જેના પગલે આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ લોકોએ જંપ લગાવવાના અભિયાનને ચાલુ રાખ્યું. ત્યાર બાદ દુનિયાભરના લોકોએ બંજી જમ્પિંગને અપનાવ્યું. આજે ટ્રાવેલનું તે અભિન્ન અંગ બની ગયું છે. લોકો બંજી જમ્પિંગ માટે વિદેશ જવા પણ તૈયાર રહે છે. જો તમે પણ બંજી જમ્પિંગના શોખીન છો અને દેશમાં જ બંજી જમ્પનો આનંદ લેવા માંગો છો તો આ જગ્યા પરફેક્ટ છે-
ઋષિકેશ
જો તમે દિલ્હીની નજીક રહો છો તો જમ્પિંગ માટે ઋષિકેશ જઇ શકો છો. ઋષિકેશના મોહન ચટ્ટીમાં બંજી જમ્પિંગ સ્પૉટ છે. આ જગ્યાએ બંજી જમ્પિંગ માટે અનેક પ્લેટફોર્મ છે જે સપાટીથી 83 મીટર ઉપર શિખર પર છે. બંજી જમ્પિંગનું ભાડું 3550 રુપિયા છે. અહીં જમ્પિંગ માટે બધી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ છે.
લોનાવાલા
લોનાવાલા સૌથી સુરક્ષિત જમ્પિંગ સ્પૉટ છે. લોનાવાલા ચિક્કી અને ટ્રેકિંગ માટે પ્રસિદ્ધ છે. અહીં જમ્પિંગ પ્લેટફોર્મ 45 મીટર શિખર પર છે. જ્યાં એક લીપ 4 થી 5 મિનિટનું હોય છે. દસ વર્ષથી વધુ ઉંમરના લોકોને જમ્પિંગની અનુમતિ છે. એક જમ્પનું ભાડું 1500 રુપિયા છે.
બેંગ્લોર
બંજી જમ્પિંગ માટે બેંગ્લોર પણ સૌથી યોગ્ય સ્પૉટ છે. અહીં ક્રેનથી જમ્પ કરવામાં આવે છે જે ઘણી જ ખતરનાક હોય છે. આ ઉપરાંત, અનેક પ્લેટફોર્મ છે. તમે અહીં 80થી 130 ફૂટની ઉંચાઇ છે એડવેન્ચર જંપનો આનંદ લઇ શકે છે. આ સ્પૉટનું નામ ઓઝોન એડવેન્ચર છે.
ગોવા
જો તમે બંજી જમ્પિંગના શોખીન છો, તો તમારે ગ્રેવિટી ઝોનમાં એકવાર જમ્પિંગની મજા જરુર લેવી જોઇએ. તમે અંજુના બીચ પર આ સ્પૉટને સરળતાથી શોધી શકો છો. તમે અહીં 25 મીટર શિખરેથી જમ્પ કરી શકો છો. આ ભાડું ફક્ત 500 રુપિયા છે.