રજાઓમાં કુદરતી સુંદરતાની વચ્ચે સમય પસારવા માંગો છો તો પબ્બર વેલી છે બેસ્ટ ઓપ્શન

0
725
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કુદરતી સુંદરતા હિમાચલ પ્રદેશમાં વિપુલ માત્રામાં છે તો હિમાચલમાં ફરવા માટે ઘણાં જ સુંદર સ્થળો છે. હિમાચલની પબ્બર વેલી કુદરતી દ્રશ્યોનો અદ્ભુત સંગમ છે. તમે ઑફબીટ ડેસ્ટિનેશન જવા માંગો છો તો પબ્બર વેલી તમારા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. આ વેલીમાં કુદરતના હજારો રંગ વિખેરાયેલા પડ્યા છે. અહીં અનેક પ્રકારની એડવેન્ચર્સ એક્ટિવિટી કરવાની તક પણ મળે છે. અહીં રહેલા દેવદાર અને ઓકના લીલાછમ જંગલો, સુંદર નદીઓ અને ઝરણાંનો નજારો આ જગ્યાની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત અહીં રિઝર્વ ફોરેસ્ટ અને નેચર પાર્ક પણ છે જ્યાં તમને નેચરના તમામ રંગ નજરે પડે છે. તો ચાલો તમને પબ્બર ખીણના કેટલાક સારા ટ્રેક્સ અંગે જણાવીએ જ્યાં તમે રજાઓમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો.

ગડસરી સરુ ટ્રેક

ગડસરી સરુ ટ્રેક આખા દેશમાં સૌથી દુર્લભ ટ્રેકમાંનો એક છે, આ ટ્રેક માર્ગ પર સૌથી અનુભવી ટ્રેકર્સ દ્ધારા પણ પહોંચી શકાય છે. ટ્રેક માર્ગ ગાઢ જંગલો અને વિચિત્ર ગડસરી ગામથી પસાર થાય છે અને અંતે સુંદર સરયૂ સરોવર પર સમાપ્ત થાય છે જે 11,865 ફૂટની ઉંચાઇ પર છે. ટ્રેકને પૂરા કરવામાં લગભગ આખો દિવસ લાગે છે જે ઘણો જ પડકારજનક છે.

હરિયાળીની સાથે જુઓ બરફના પહાડ પણ

શિયાળાની ઋતુમાં તમે બરફના પહાડોનો આનંદ લેવા માંગો છો તો તમે અહીં ઉંચા-ઉંચા પહાડો પર જમેલા બરફનો આનંદ લઇ શકે છે.

ખડાપથ્થર કુપ્પડ ટ્રેક

ખડાપથ્થર કુપ્પડ ટ્રેક સૌથી ફેમસ ટ્રેક છે જે હિમાચલ પ્રદેશની પબ્બર ખીણનો સરળ ટ્રેક છે. આની શરુઆત ખડાપથ્થરથી થાય છે જે આ વિસ્તારનું મુખ્ય ગામ છે. અહીં સુંદર દ્રશ્યોની વચ્ચે સારો સમય પસાર થશે.

જાંગલિક-ચંદ્રનહન ટ્રેક

ચંદ્રનહન ટ્રેક માટે તમારે જંગ્લિક ગામની યાત્રા કરવી પડશે અને પછી રોડોડેંડ્રોન, દેવદાર અને ઓકના ઝાડ, ચમચમાતી નદીઓ અને નદીઓના ગાઢ જંગલોની માધ્યમથી પડકારજનક યાત્રા શરુ કરવી પડશે.

રોહડ્ર-બુરાનઘાટી-ટ્રેક

આ ટ્રેક ઘણો સુખદ છે અને સફરજનના બગીચા, નાના સુંદર ગામ અને સ્પાર્કલિંગ નદીઓ તમારા રસ્તામાં મળશે. આ ટ્રેક રોડથી શરુ થાય છે અને લગભગ 4578 મીટર સુધી બરફથી ઢંકાયેલી બુરાનખીણ ટ્રેક પર સમાપ્ત થાય છે જે આખી ખીણનું મનોહર દ્રશ્ય પ્રસ્તુ કરે છે.