રાજસ્થાન પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. દર વર્ષે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પર્યટક રાજસ્થાન આવે છે. રાજસ્થાનમાં પર્યટક માટે અનેક ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળ છે જે રાજસ્થાનની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ ઉપરાંત, Camel Safari પણ આકર્ષણનું કેન્દ્ર છે. જો તમે પણ આવનારા સમયમાં કેમલ સફારીનો પ્લાન કરી રહ્યા છો, તો આ મહત્વની વાતોનું જરુર ધ્યાન રાખો. થાર એટલે કે રણમાં કેમલ સફારી કોઇ સુખદ સપનાથી કમ નથી. જો કે, ઋતુ પરિવર્તનના કારણે તમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આના માટે આવશ્યક સાવધાનીઓ જરુરી છે. જો તમને આ અંગે ખબર નથી તો આવો જાણીએ..
-સ્ટ્રીટ ગાઇડર્સ પાસેથી સલાહ લેવાના બદલે ટૂર ઑપરેટર કેન્દ્ર પર પહોંચીને યોગ્ય જાણકારી પ્રાપ્ત કરો. આના માટે તમે પર્યટકો (સફારીનો આનંદ લઇ ચુકેલા પર્યટકો) પાસેથી પણ સલાહ લઇ શકો છો.
-સામાન્ય રીતે જેસલમેરમાં કેમલ સફારી હોય છે. આમાં એક રાત તમારે રણમાં પસાર કરવી પડે છે. કેટલાક કલાકની કેમલ સફારી પછી પર્યટક ખાવા અને વિશ્રામ માટે રોકાય છે. ઉંટના બેસવા અને ઉઠવાનો સમય પકડનારી કાઠીને મજબૂતીથી પકડો. આનાથી શારીરિક સંતુલન રહે છે.
-જેસલમેરના રણમાં ખાવા માટે તમારે પર્યાપ્ત ચીજો મળી જશે. આ ઉપરાંત, તમે તમારી પસંદની ડિસિઝનો પણ ઓર્ડર આપી શકો છો. આના માટે પહેલેથી જ જણાવવું પડે છે.
– પર્યટકોને રાત પસાર કરવા માટે ખાટલા અને ઠંડીથી બચવા માટે ખુબ જ ગરમ કામળો (બ્લેન્કેટ) આપવામાં આવે છે. થારમાં રાતના સમયે વધારે ઠંડી પડે છે. જેથી પોતાની સાથે ગરમ કપડા લઇને જઇ શકાય છે. જો તમે તારાઓની સાથે રાત પસાર કરવા માંગો છો તો તેના માટે તમારે કેન્દ્રનો સંપર્ક કરવો પડશે.
-રણમાં હવામાન બદલાતુ રહે છે. રાતના સમયે ઠંડી અને દિવસના સમયે ગરમી પડે છે. એટલા માટે બન્ને સીઝનના કપડા પોતાની સાથે રાખો. દિવસના સમયે સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણો અને ધૂળથી આંખોને સુરક્ષિત રાખવા માટે ગૉગલ્સ જરુર પહેરો.
-પોતાની સાથે લોશન, ગૉગલ્સ (ચશ્મા), સ્કાર્ફ અને ટોપી, ઇન્સેક્ટ રેપેલન્ટ (જંતુનાશકોથી બચાવના હેતુ) ટૉયલેટ પેપર, ટૉર્ચ, હેન્ડ સેનિટાઇઝર, પૈસા, સવારે અને રાતના સમયે ઠંડીથી બચાવા માટે ગરમ કપડા અને કેમેરા માટે વૉટરપ્રુફ કવર જરુર રાખો.
-રણમાં કચરો ન ફેંકો. આના માટે પોતાની સાથે ટ્રેશ બેગ પણ રાખો.
-કેમલ સફારી ટૂર ઑપરેટર કેન્દ્ર પાછા ફરવા પર ગાઇડરને ટિપ અને ફીડબેક જરુર આપો.