શું તમારા માટે પણ પુલાવ અને બિરીયાની એક છે ? તો જાણી લો આ બન્ને વચ્ચેનો તફાવત

0
747
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

પુલાવ અને બિરીયાની બન્ને ચોખામાંથી બને છે તેનો અર્થ એ નથી કે બન્ને એક જ છે. બન્નેને બનાવવાની રીતથી લઇને સ્વાદ સુધીમાં અંતર હોય છે. તો આવો જાણીએ પુલાવ અને બિરીયાની વચ્ચેનો તફાવત

બન્નેના મસાલા હોય છે અલગ

બન્નેને બનાવવા માટે જે મસાલાનો ઉપયોગ થાય છે તે જ અલગ હોય તો આ બન્ને કેવીરીતે એક હોઇ શકે? આમ તો પુલાવ તુર્કી અને ભારતીય ડિશ છે જ્યારે બિરીયાની મુગલો અને નવાબોનો ખોરાક માનવામાં આવે છે. એટલા માટે બિરીયાની બનાવવામાં મુગલાઇ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે જાવિત્રી, તજ, લવિંગ, ઇલાયચી, જાયફળ, શાહી જીરા, કેસર. તો પુલાવ મસાલા પર ઓછુ નિર્ભર રહે છે. તેમાં સ્વાદ માટે તજ, લવિંગ અને ઇલાયચી મેળવીને બનાવવામાં આવે છે. સફેદ ચોખાને પણ કોઇપણ રંગની સાથે રંગવામાં નથી આવતા.

સૌથી બેઝિક ચીજ, તાપ હોય છે અલગ

બન્નેમાં સૌથી બેઝિક ચીજ તાપનો જ તફાવત છે. એટલે કે બન્નેને પકાવવા માટે અલગ-અલગ તાપનો ઉપયોગ કરવામાં આવે છે. બિરીયાની હંમેશા ધીમા તાપે કલાકો સુધી પકવવામાં આવે છે. જ્યારે પુલાવને મધ્યમ તાપે પકવવામાં આવે છે. બિરીયાની ભલે ટેરાકોટા, લોખંડ કે તાંબાના વાસણમાં બની રહી હોય, સુગંધને સુરક્ષિત રાખવા માટે હંમેશા વાસણને સીલ રાખવામાં આવે છે.

લેયરિંગ પણ હોય છે અલગ

બન્નેના લેયરિંગમાં પણ તફાવત છે. બિરીયાનીના અનેક લેયર્સ હોય છે. જેમ કે સૌથી પહેલા ડુંગળી મસાલા એક બાજુ શેકવામાં આવે છે. પછી માંસ અલગથી શેકવામાં આવે છે. આ જ રીતે શાકભાજી અલગ શેકાય છે. પછી એક વાસણમાં નૉનવેજનું એક પડ, શાકભાજીનું એક પડ અને તળેલી ડુંગળી માટે ત્રીજુ પડ રાખવામાં આવે છે. તો પુલાવમાં શાકભાજી, માંસ, મસાલા અને ચોખા એક સાથે તળીને બાફવામાં આવે છે.

બિરીયાની બનાવવા માટે ચોખાને સૌથી પહેલા અલગથી બાફીને તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ મસાલા, શાકભાજી અને માંસનું લેયરિંગ તૈયાર કરીને રાંધવામાં આવે છે. તો પુલાવ બનાવવા માટે ચોખા અને શાકભાજીને સાથે રાંધવામાં આવે છે.