રેસ્ટૉરન્ટમાં ઓછા પૈસામાં જોઇએ છે વધારે ફાયદો, તો અજમાવો આ 7 ટિપ્સ

0
885
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

શું તમે રેસ્ટૉરન્ટમાં ખાવાનું ખાવા જાઓ છો અને જેટલું બિલ આવે છે તેટલું પે (pay) પણ કરી દે છે તે આ વાત જાણવી તમારા માટે જરુરી છે. આ restaurant hacksની મદદથી તમને હેલ્ધી અને ફ્રેશ ખાવાનું પણ મળશે અને પુરૂ બિલ પણ ચૂકવવું નહી પડે. આ એવી જરુરી વાતો છે જે બધાને ખબર નથી હોતી એટલા માટે તમારી સાથે ક્યારેક તો રેસ્ટૉરન્ટનો અનુભવ એટલો ખરાબ હોય છે કે તમે ક્યારેય ત્યાં ફરી જવા નથી માંગતા.

કોલ્ડ ડ્રિંક ઑર્ડર કરતી વખતે રાખો ધ્યાન

તમે રેસ્ટૉરન્ટમાં જ્યારે પણ કોલ્ડ ડ્રિંક ઑર્ડર કરો તો તેને કહો કે બરફ વગરનું કોલ્ડ ડ્રિંક આપે. આના બે ફાયદા છે એક તો કોલ્ડ ડ્રિંકની માત્રા વધારે મળશે અને બીજુ આપને યોગ્ય સ્વાદ મળશે જે પહેલેથી નાંખેલી બરફના કારણે ખરાબ થઇ જાય છે. બાદમાં કોલ્ડ ડ્રિંક લીધા પછી તમે તેમાં બરફ ફરીથી પણ નાંખી શકો છો.

બર્ગર ઑર્ડર કરતી વખતે રાખો ધ્યાન

જ્યારે તમે બર્ગર ઑર્ડર કરો છો તો એ વાત ધ્યાનમાં રાખો કે તેને તમારી ચોઇસ બતાવો. તેના પણ બે ફાયદા છે. એક આપને ફ્રેશ બર્ગર મળશે અને બીજું જેવો આપને પસંદ છે તેવો સ્વાદ. જેમ કે જો તમે વધારે toasted બર્ગર ખાવા માંગો છો કે મીઠુ ઓછુ હોય કે ડુંગળી ના હોય કે ક્રીમ ઓછી હોય, કંઇ પણ કહીને તમારા માટે બર્ગર બનાવો. તમને બર્ગર ખાવા માટે ખર્ચ કરેલા પૈસા વસૂલ થયાની લાગણી જરુર થશે.

ફ્રેંચ ફ્રાઇઝ ઓર્ડર કરતા સમયે રાખો ધ્યાન

મોંઘા રેસ્ટોરન્ટમાં જઇને લોકો ફ્રેન્ચ ફ્રાઇઝ પણ ખાસ કરીને ઓર્ડર કરે છે પરંતુ એ વાત ધ્યાનમાં નથી રાખતા કે તે પહેલેથી બનેલા છે કે પછી તેને હમણાં જ બનાવાયા છે. જો તમે મીઠા વગરના કે વધુ તળેલા ફ્રેન્ચ ફ્રાઇઝ ઓર્ડર કરશો તો તમને હંમેશા ફ્રેશ ફ્રેંચ ફ્રાઇસ જ સર્વ કરવામાં આવશે.

પાણી ઑર્ડર કરતી વખતે રાખો ધ્યાન

રેસ્ટૉરન્ટમાં જઇને જ્યારે તમે પાણી માંગો છો તો તમને પૂછવામાં આવે છે કે મિનરલ વૉટર કે પ્લેન. મિનરલ વૉટરનો અર્થ પાણીની બોટલ જેની કિંમત ઉપરાંત રેસ્ટૉરન્ટ વાળા તેની પર પોતાનો ટેક્સ પણ લગાવીને વસૂલ કરે છે. પરંતુ જો તમે પ્લેન વૉટર મંગાવો છો તો પણ તમને મિનરલ વૉટર જ સર્વ કરવામાં આવે છે કારણ કે તે પાણી water purifierમાંથી કાઢીને ગ્લાસમાં નાંખીને તમને આપવામાં આવે છે.

સર્વિસ ચાર્જ આપવાની જરુર નથી

બિલ ભરતા પહેલા ધ્યાન રાખો કે જ્યારથી જીએસટી લાગુ થયો છે ત્યારથી તમારે બીજો કોઇ ટેક્સ ચૂકવવાની જરુર નથી. રેસ્ટૉરન્ટવાળા બિલમાં સર્વિસ ચાર્જિસના નામે તમારી પાસેથી અલગ પૈસા વસૂલ કરે છે. Service chargesનો અર્થ રેસ્ટૉરન્ટની સર્વિસથી ખુશ થઇને તમે પૈસા આપવા માંગો છો. આપને જણાવી દઇએ કે ગ્રાહક મરજી હોય છે કે તે ચૂકવવા માંગે છે કે નહીં. તમારી પાસેથી આ પૈસા રેસ્ટૉરન્ટવાળા ન લઇ શકે. એટલે હવે કોઇ રેસ્ટૉરન્ટમાં જાઓ તો સર્વિસ ટેક્સ બિલ હટાવીને જ પોતાનું બિલ ચૂકવજો.

બિલ આપતાં પહેલા discount અંગે જાણી લો

ઘણાં રેસ્ટૉરન્ટમાં ખાસ ગ્રાહકો માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ હોય છે. જેમ કે તમે ત્યાં વાંરવાર જાઓ છો કે પછી તમે ફરી ત્યાં જવાનું પસંદ કરશો કે પછી રેસ્ટૉરન્ટમાં કોઇ ખાસ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું હોય છે તો તમે તેને જાણી લો તો તમને બિલમાં ફાયદો જરુર મળશે.

રેસ્ટૉરન્ટ જતા પહેલા જોઇ લો online deal

મોટાભાગના રેસ્ટૉરન્ટ પોતાનો બિઝનેસ વધારવા માટે ઓનલાઇન પ્રમોશન કરે છે અને અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકોને પોતાના રેસ્ટોરન્ટ તરફ આકર્ષિત કરે છે. તમે પણ ક્યારેય પણ રેસ્ટૉરન્ટ જતા પહેલા તેને online ચેક કરી લો કારણ કે online dealથી હંમેશા ગ્રાહકોને જ ફાયદો થાય છે.