અંબાજી પાસે ભવ્ય હેરિટેજ હોમ,6500માં રજવાડી ઠાઠ

0
2567
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

શું તમે હોટલ જેટલા ભાડામાં જ કોઇ પેલેસમાં રહેવા માંગો છો ? રાજાઓની જેમ રહેવાનું દરેકના નસીબમાં નથી હોતું પરંતુ ગુજરાતમાં અંબાજી નજીક દરબારગઢમાં તમે કોઇ 3 સ્ટાર હોટલ જેટલા જ ભાડામાં પેલેસમાં રહેવાનો આનંદ માણી શકો છો.

દરબારગઢ હેરિટેજ હોમ

અંબાજીથી માત્ર 29 કિલોમીટર અને અમદાવાદથી 180 કિલોમીટર અંબાજી જવાના રસ્તે આવેલું છે પોશીના. અહીં આવેલા દરબારગઢનું સંચાલન કરી રહ્યા છે કુંવર હરેન્દ્રપાલ સિંહ અને તેમનો પરિવાર. દરબારગઢ કોઇ હોટલ નથી પરંતુ એક હેરિટેજ હોમ છે. કુંવર હરેન્દ્રપાલ સિંહ જણાવે છે કે આ કોઇ હેરિટેજ હોટલ નથી પરંતુ એક હેરિટેજ હોમ છે જેમાં તમને આત્મીયતાનો ભાવ અનુભવવા મળે છે. તેઓ જણાવે છે કે 1994માં એક રૂમથી આ હેરિટેજ હોમની શરૂઆત થઇ હતી અને આજે અમે 32 એસી રૂમની સુવિધા ઉભી કરી છે.

દરબારગઢનો ઇતિહાસ

પોશિનાના રાજવીઓ ચાલુક્યના વંશજો છે. 12 સદીમાં ગુજરાત અને મધ્યભારતમાં તેઓનું શાસન હતું. દરબારગઢ એક સમયે ચાલુક્ય ડાયનેસ્ટીનું ગૌરવ ગણાતું. કુંવર હરેન્દ્રપાલ સિંહ અને તેમનો પરિવાર આજે પોશિનાના આ દરબારગઢ મહેલને સંભાળી રહ્યા છે જ્યાં સ્વતંત્રતા પહેલા આંઠ પેઢી સુધી તેમના વંશજોનું શાસન હતું.

દરબારગઢમાં આવી છે સુવિધા

અહીં તમને ખુશનુમા આબોહવા, સુંદર બગીચા, વૃક્ષો અને ટેરેસ પરથી અરવલ્લીના પહાડોના દર્શન કરવા મળશે. નજીકમાં પ્રખ્યાત અંબાજી મંદિર છે. પોશિના મહેલની નજીક તમને ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની આદિવાસી અને ગરાસીયા સંસ્કૃતિનો અનુભવ મળશે. રાજસ્થાની, ગુજરાતી, જૈન ફૂડનો ઘર જેવો ટેસ્ટ મળશે. જો તમારે જાતે રસોઇ કરવાની ઇચ્છા હોય તો તે કુકિંગ એક્સપર્ટ તેમાં તમને મદદ કરશે.

કુંવર હરેન્દ્રપાલ સિંહ અતિથિઓની વ્યકિતગત દેખરેખ રાખે છે. દરબારગઢમાં કુલ 32 એસી રૂમ છે. ખુરશી ટેબલથી માંડીને બારી-બારણા, ડાઇનિંગ ટેબલ સહિત તમામ રૂમમાં એન્ટિક ચીજો તમને જોવા મળશે. રાજાઓના સમયનું ફર્નિચર તમને ભુતકાળના રજવાડી ઠાઠનો અનુભવ કરાવશે. જો કે આધુનિક જમાના અને પ્રવાસીઓની જરૂરીયાતો અનુસાર તેમાં કેટલોક ફેરફાર પણ કરવામાં આવ્યો છે.

દરબારગઢમાં નાની-મોટી પાર્ટીનું આયોજન પણ કરી શકાય છે. અહીં રાજાઓના સમયની તલવારો, ભાલા, તીર-કામઠાં,વાસણો જોઇ શકાય છે. અંબાજી મંદિર ઉપરાંત, 11મી સદીનું કુંભારીયાજી જૈન ટેમ્પલ જોવા લાયક છે.

બે વ્યક્તિનું ભાડું (કપલ)

6500 રૂપિયામાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સાથે એસી રૂમ

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.