જો તમે ફરવાના શોખીન છો તો તમારા માટે શું ઠંડી, શું ગરમી અને શું વરસાદ. પરંતુ કોઇપણ ઋતુમાં ફરવા જવા દરમિયાન તમારે કેટલીક જરુરી ચીજોને સાથે રાખવી જરુરી છે જેથી ટ્રાવેલિંગ દરમિયાન આપને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે અને તમારી સફર આનંદદાયક બને…
પાણીની બોટલ
જો તમે મુસાફરીએ નીકળો છો તો તમારી સાથે પાણીની બોટલ જરુર રાખજો. પાણીની બોટલ હોવાથી શરીરમાં પાણીની કમી નહીં થાય અને તમે તમારી મુસાફરીને કોઇપણ જાતની મુશ્કેલી વિના પુરી કરી શકશો.
ગ્લૂકોઝ ડ્રિંક
પાણીની બોટલ સાથે રાખવાની સાથે એ પણ જરુરી છે કે તમારી પાસે ગ્લુકોઝ ડ્રિંક હોય. તમને મુસાફરી દરમિયાન કંઇ ખાવાનું ન મળે અને ગરમી અને બફારાના કારણે લો બીપીની સમસ્યા થઇ જાય તેવું પણ બને. આવા સંજોગોમાં ગ્લૂકોઝ ડ્રિંક હોવું તમારા માટે રાહતની વાત હશે.
એનર્જી બાર
ટ્રાવેલ દરમિયાન વધારે ખાવા કે હેવી ખાવાનું ખાવાથી દૂર રહો. ઘણું વધારે મસાલેદાર ખાવાનું ખાવાથી તબિયત બગડી શકે છે. ત્યારે સારુ એ રહેશે કે તમે તમારી પાસે એનર્જી બાર રાખો. જેનાથી તમને તાકાત મળશે અને તબિયત નહીં બગડે.
વેટ ટિશ્યૂ
જરુરી નથી કે ચહેરાને ધોવા માટે દરેક વખતે પાણી મળી જ જાય. ત્યારે ચહેરો મુરજાયેલો લાગે છે અને ચહેરા પર થાકનો અનુભવ થાય છે. સારુ એ રહેશે કે તમે તમારી સાથે ટિશ્યૂનું પેકેટ રાખો.
સનગ્લાસ
યૂવી રેજથી સુરક્ષા માટે તમારી પાસે સનગ્લાસિસ હોવા જરુરી છે. સનગ્લાસિસ હોવાથી તમારી આંખ સુરક્ષિત રહેશે.
સનસ્ક્રીન અને સેનેટાઇઝર
પોતાની સાથે આ બે ચીજો જરુર રાખો જેથી તમારી સફર યાદગાર રહે. સૂર્યના તેજ કિરણોથી શરીર ટેન થઇ જાય છે અને આનાથી બચવા માટે સનસ્ક્રીન જરુરી છે. આ ઉપરાંત હાઇજીન મેન્ટેન રાખવા માટે સેનેટાઇઝર પણ સાથે હોવું જરુરી છે.