બૉલીવુડ અને તામિલની ઘણી ફિલ્મોમાં તમે અથિરાપલ્લી વૉટરફૉલને જોયો હશે. ખાસ કરીને બાહુબલી ફિલ્મમાં વૉટરફૉલ અથિરાપલ્લીને નજીકથી બતાવાયો છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોમાં અથિરાપલ્લી વૉટરફૉલને બતાવાયો છે. તેમાં ગુરુ, પુકાર વગેરે ફિલ્મો સામેલ છે, જેનું શૂટિંગ અથિરાપલ્લી પર થયું છે. જો કે, કોરોના વાયરસ સંક્રમણને કારણે લોકો છેલ્લા ઘણાં મહિનામાં પ્રવાસે નથી જઇ રહ્યા. હવે જ્યારે હાલાત સામાન્ય થઇ રહ્યા છે તો આવામાં લોકો હરવા-ફરવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છે. જો તમે પણ ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને વૉટરફૉલ જોવાનું વિચારી રહ્યા છો તો અથિરાપલ્લી વૉટરફૉલ જઇ શકો છો. આવો, અથિરાપલ્લી વૉટરફૉલ અંગે જાણીએ-
કેરળ પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. હનામૂન હોય કે પછી બેબીમૂન. દરેક ઋતુમાં પર્યટક કેરળની સુંદરતા જોવા માટે આવે છે. અહીં ઘણાં દર્શનીય સ્થળ છે. આના માટે મોટી સંખ્યામાં પર્યટક કેરળ આવે છે. કેરળના કોચ્ચિ શહેરથી ફક્ત 73 કિલોમીટર દૂર અથિરાપલ્લી વૉટરફૉલ છે. તમે કોચ્ચિથી ડાયરેક્ટ અથિરાપલ્લી વૉટરફૉલ પહોંચી શકો છો. મુખ્ય દ્ધારથી વૉક કરીને તમે અથિરાપલ્લી વૉટરફૉલ પહોંચી શકો છો. આની ટૉપ પર બાહુબલી ફિલ્મનું શુટિંગ થયું છે. આને ભારતન નાયગ્રા જળધોધ પણ કહેવાય છે. આ વૉટરફૉલની ટૉપથી તમે પ્રકૃતિની સુંદરતાને નજીકથી જોઇ શકો છો.
અહીંથી તમને શોલાયર પહાડોની સુંદરતા પણ જોવા મળી શકે છે. જ્યારે થોડાક સમયની વોકિંગ કરીને તમે વૉટરફૉલની નીચે પહોંચી શકો છો. આ વૉટરફૉલથી ફક્ત 7 કિલોમીટરના અંતરે વેઝાચલ વૉટરફૉલ છે. વૉટરફૉલની નીચેથી ચાલક્કુડી નદી પસાર થાય છે જે અરબી સમુદ્રમાં જઇને ભળી જાય છે. આ નદીની નજીક એક ફોરેસ્ટ રેન્જ છે જ્યાં સફારીની મજા માણી શકો છો. સાથે જ વન્ય જીવોના જીવનથી માહિતગાર બની શકો છો.