ઉદેપુરમાં એક સુંદર બુટિક હોટલમાં રોકાવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે એક બેસ્ટ લોકેશન પર બેસ્ટ હોટલ છે સ્વરૂપ વિલા. આ હેરિટેજ વિલા સ્વરૂપસાગર લેક પર છે. અહીંથી તમને લેકનો સુંદર નજારો જોવા મળે છે. ઉદેપુર સિટી સેન્ટરથી નજીક છે. અહીં કેટલાક રૂમ એવા છે જેમાં તમને હોટલ કરતાં હાઉસ બોટ પર બેઠા હોવ તેવો અનુભવ થાય છે. હોટલની નેચરલ વ્યવસ્થા, આકર્ષક અને મનને મોહી લે તેવો વ્યૂ, અને લેકનું મિસ્ટિકલ મ્યુઝિક તમને કોઇ બીજી જ સદીમાં લઇ જાય છે. સ્વરૂપ વિલામાં તમને યુનિક અનુભવ થશે.
અહીં દરેક રૂમમાં પ્રાચીન કલાની સાથે આધુનિકતાનું મિશ્રણ છે. મોર્ડન ફર્નિચર અને લાઇટિંગ સાથે એસી, ટીવી, ઇન્ટરનેટ, ટેલીફોન, રૂમ મેનું, ટેમ્પરેચર કન્ટ્રોલ, કોમ્પ્લિમેન્ટરી વાઇફાઇ અને રાઇટિંગ ડેસ્ક અહીં મોજુદ છે. અહીંના ” STALLION SPORTS BAR”માંથી તમને સ્વરૂપ સાગર લેકનો પેનોરોમિક વ્યૂ મળે છે. અહીં છત પર રફટોપ રેસ્ટોરન્ટમાં તમને ઇન્ટરનેશનલ ક્વિશાઇન અને ઓથેન્ટિક રાજસ્થાની ફ્લેવર મળે છે. સ્વરૂપ વિલામાં કુલ 47 રૂમ છે. જેમાં શ્યૂટ, સુપર ડિલક્સ અને ડિલક્સ રૂમ્સ છે.
આવી છે સુવિધા
રેસ્ટોરન્ટ, સ્પોર્ટ્સ બાર
ગાર્ડન સ્વિમિંગ પુલ
સ્વાસ્થ્ય સ્પા, કોન્ફરન્સ હોલ
બેન્કવેટની સુવિધા, વેડિંગ વેન્યૂ
લોન્ડ્રી સર્વિસ, ડોક્ટર ઓન કોલ
એથનિક વેર અને હેન્ડિક્રાફ્ટ શોપ્સ
ક્યાં છે હોટલ
6, આંબવગઢ, સ્વરૂપ સાગર લેકની સામે, ઉદેપુર
કેટલું છે ભાડું
2 રાત 3 દિવસ (કપલ પેકેજ)
રૂ.12,000 18 ટકા જીએસટી
બ્રેકફાસ્ટ અને ડીનર સાથેનું પેકેજ
એકસ્ટ્રા બેડ એડલ્ટ રૂ.4500
એકસ્ટ્રા બેડ ચાઇલ્ડ રૂ.3500
ચેક ઇન બપોરે 1 વાગે, ચેક આઉટ 11 વાગે
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.