આ હૈદરાબાદી સ્ટ્રીટ ફૂડ્સની મજા લીધા પછી તમે બોલી ઉઠશો વાહ-વાહ!

0
621
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

શું તમે જલદી તમારા ફેમિલી કે મિત્રોની સાથે હૈદરાબાદ શહેર ફરવા જઇ રહ્યા છો કે પછી બિઝનેસ ટ્રિપ પર જવાનું પ્લાનિંગ છે. જો તમે ખાવાના શોખીન છો અને જાણીતી હૈદરાબાદી રેસિપીઝનો સ્વાદ ચાખવાનું મિસ નથી કરવા માંગતા તો તમારે કેટલાક હૈદરાબાદ સ્ટ્રીટ ફૂડ અંગે જરુર જાણવું જોઇએ જે વર્ષોથી અહીંની શાન રહ્યા છે. તો આવો જાણીએ ઘણાં જ સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ્સ અંગે

હૈદરાબાદી બિરિયાની

બિરિયાનીનું નામ સાંભળતા જ સારા-સારા લોકોના મનમાં પાણી આવવા લાગે છે અને વાત જ્યારે હૈદરાબાદી બિરિયાનીની થાય છે તો કહેવાનું શું. આ ડિશ હૈદરાબાદની દરેક ગલી-નાકા પર પણ મળી જશે. આ શહેરમાં તમે ક્યાંયથી પણ આનો સ્વાદ અજમાવી શકો છો. કારણ કે મૂળ રેસીપી દરેક જગ્યાએ લગભગ એક જેવી જ હોય છે. તેમાં યોગ્ય માત્રામાં ફ્લેવર અને મસાલા નૉનવેજ પસંદ કરનારાઓને ઘણા ટેસ્ટી લાગે છે.

હૈદરાબાદી હલીમ

નિજામોના સમયમાં ચલણમાં આવેલા આ હૈદરાબાદી ફૂડનો ઉદય આરબથી થયો હતો. ભારતીય મસાલાથી આને દેશી ઓળખ મળી ગઇ અને આ કહેવાયું હૈદરાબાદી હલીમ. મીટર અને દાળથી બનેલી આ રેસિપી લગ્ન અને સ્પેશ્યલ પ્રોગ્રામ્સમાં ખાસ કરીને બનાવવામાં આવે છે પરંતુ રમજાનના મહિનામાં તેનું વિશેષ મહત્વ હોય છે.

ફિરની

આ સ્વીટ ડિશ પણ રમજાનના મહિનામાં હોંશે હોંશે ખાવામાં આવે છે. માટીના વાસણોમાં બનાવેલી અને સર્વ કરવામાં આવતી આ ડિશ સુગંધીદાર ચોખા અને દૂધ નાંખીને બનાવવામાં આવે છે, જે આપને વાહ-વાહ કહેવા પર મજબૂર કરી દેશે. સારી વાત એ છે કે ખાવામાં જેટલી ટેસ્ટી છે, પેટ માટે પણ એટલી જ સુપાચ્ય છે. હેવી મીલ લીધા પછી પણ તમે મન ભરીને ફિરનીની મજા લઇ શકો છો.

જરદાળુની મીઠાઇ

હૈદરાબાદની સૌથી ખાસ ડિશીઝમાંની એક છે ખુબાનીની મીઠાઇ, એટલા માટે હૈદરાબાદ જાઓ ત્યારે તમારે આને જરુર અજમાવવું જોઇએ. આ મીઠાઇ સુકા જરદાળુથી બને છે અને તેમાં બદામ નાંખવામાં આવે છે. તેને આઇસ્ક્રીમની સાથે પણ ખાવામાં આવે છે અને મલાઇની સાથે પણ તેની મજા લઇ શકાય છે.

ઇરાની ચા

હૈદરાબાદની ખાસ ઇરાની ચા એટલી જાણીતી છે કે તેને હૈદરાબાદનું દિલ કહેવાય છે. પર્શિયાઇ મૂળના લોકો જ્યારે ભારત પર બિઝનેસ કરવા આવ્યા ત્યારે તેઓ પોતાની સાથે ચા પણ લેતા આવ્યા અને ત્યારથી આ ચા હૈદરાબાદી સંસ્કૃતિનો હિસ્સો બની ચુકી છે. કદાચ એટલા માટે તેને ‘હૈદરાબાદનું દિલ’ કહેવામાં આવે છે. એવામાં જો તમે હૈદરાબાદના કેફેમાં જાઓ તો આ અદ્ભુત ચાનો સ્વાદ લેવાનું ન ભૂલતાં. જો તમે ઘેર બેઠા ઇરાની ચાની મજા લેવા માંગો છો તો ઘણી સસ્તી કિંમતમાં અહીંથી મેળવી શકો છો. સારી ક્વોલિટીની બ્રાન્ડેડ ઇરાની ચા તમને અહીં ફક્ત 171 રુપિયામાં (નોંધ- કિંમતમાં ફેરફાર હોઇ શકે છે) મળી જશે.

ડબલની મીઠાઇ

હૈદરાબાદી મુસ્લિમ્સના લગ્ન દરમિયાન એક સ્વીટ ડિશ સૌથી વધુ ખાવા મળે છે અને તે છે ડબલની મીઠાઇ. કેસર અને ઇલાયચીની સાથે દૂધની સ્વાદવાળી ડબલની મીઠાઇ હૈદરાબાદમાં ડબલની રોટીના નામથી જાણીતી છે. કારણ કે બેક (શેક્યા પછી) કર્યા બાદ તે તેના મૂળ આકાર કરતાં બેગણી મોટી થઇ જાય છે.