દક્ષિણી મલેશિયાની બરોબર બહાર સ્થિત સિંગાપુરે પોતાને એક સુંદર પર્યટક સ્થળ તરીકે ઉજાગર કર્યો છે. દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી પ્રસિદ્ધ સ્વચ્છ અને પ્રાચીન દેશોમાંનો એક, આજે ચમકદાર આધુનિક ગ્રાહકવાદ અને પારંપરિક એશિયાઇ મૂલ્યો અને સ્ટ્રીટ લાઇફની વચ્ચે સંતુલન બનાવે છે. એટલું જ નહીં સિંગાપુરની અનોખી હોટલ ઘણી જાણીતી છે.
સિંગાપુરમાં ઐતિહાસિક મંદિરો, કોલોનિયલ ઇમારતોથી લઇને અતિ આધુનિક શૉપિંગ મોલ અને થીમ પાર્ક પણ છે, જે આ દેશને અલગ બનાવે છે. જો તમે અહીં આવવાનું વિચારી રહ્યા છો તો પોતાની યાત્રાને વધુ યાદગાર બનાવવા માટે ક્યાંક રહેવા માંગો છો? તો અમે આપને સિંગાપુરની અનોખી હોટલો અંગે બતાવવા જઇ રહ્યા છીએ.
Klapstar Hotel
આ એક 4 સ્ટાર હોટલ છે, જે સિંગાપુરમાં રહેવા માટે ઘણી જાણીતી જગ્યા છે, આ સુંદર બૂટીક હોટલ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં સ્થિત છે, જે સિંગાપુરના દક્ષિણી હિસ્સામાં સ્થિત છે. ક્લાપ્સ્ટાર હોટલ સિંગાપુરની અનોખી હોટલમાં સામેલ છે, આ Tanjong Pagar MRT stationથી પગપાળા રસ્તા પર સ્થિત છે. સિંગાપુરની અનોખી હોટલમાં બધા 17 રૂમ અલગ પ્રકારની ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં ઇટાલિયન ફર્નિશિંગ કરવામાં આવ્યું છે અને કેટલાક રૂમમાં ઓપન એર શાવર્સ છે. 11 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અહીં રહેવાનું ફ્રી છે. આ હોટલમાં સ્થિત રેસ્ટોરન્ટમાં કન્ટેમ્પરરી ખાવાનું અને ખુલ્લામાં ખાવાનો વિકલ્પ છે, જે પર્યટકોની સાથે સાથે સ્થાનિકોમાં પણ ઘણી જાણીતી છે.
JW Marriott Hotel South Beach
આ 5 સ્ટાર હોટલ પોતાના આર્કિટેક્ચર માટે જાણીતી છે, જે ગ્લાસ અને સ્ટીલ ટાવર માટે જાણીતી છે. આ ઉપરાંત તેનું ઇન્ટિરીયર વિશ્વ પ્રસિદ્ધ Philippe Stark દ્ધારા કરવામાં આવ્યું છે. Centrepiece lobby, painted concrete floor ઘણાં પસંદ કરવામાં આવે છે. આલીશાન અને ટ્રેન્ડી બેડરુમ સફેદ ચામડાના હેડબોર્ડ અને ઘણાંબધા દર્પણ અને ક્રોમ અને સારા બાથરૂમ પ્રદાન કરે છે. અહીં આપને બટલર સર્વિસ, ટેરેસ, મફત સ્નેક્સવાળી લોન્જ મળી શકે છે. જાણીતી Raffles Buildingની સામે અને સ્ટેશનથી 3 મિનિટની પગપાળા અંતર પર સ્થિત સિંગાપુરની અનોખી હોટલ પર્યટકો દ્ધારા ઘણી પસંદ કરવામાં આવે છે.
Naumi Hotel
Seah Street પર સ્થિત આ 10 માળની હોટલ સિંગાપુરમાં અલગ હોટલની લિસ્ટમાં ઘણી મહત્વની છે. તે પોતાના અલગ રંગો અને ફર્નિશિંગ માટે જાણીતી છે. તેમાં ઘણી ખાસ સર્વિસ આપવામાં આવે છે. દરેક રૂમ ખાસ પ્રકારની થીમ પર આધારિત છે અને કોકો ચેનલ અને એન્ડી વારહોલ જેવા આઇકોનથી પ્રેરિંત છે અને નેસ્પ્રેસ્સો મશીન, યોગ મેટ અને સ્માર્ટ ટીવી અને ઉન્નયન ફિચર સાથે ટબ અને ખાનગી ડેક અને ઇન રુમ અરોમાથેરેપીની સુવિધા પ્રદાન કરે છે.
Lloyd’s Inn
Lloyd’s Inn સિંગાપુરની અનોખી હોટલ છે, જે Marina bay Sandsથી ફક્ત 4 કિલોમીટરના અંતરે છે અને તે યૂનિવર્સલ સ્ટૂડિયોઝ સિંગાપુરથી 7 કિલોમીટરના અંતરે છે. લોયડ઼ ઇનના દરેક રૂમને ખાસ પ્રકારથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. અહીં પર તમને એક આંતરિક શાંતિ મળે છે.
W Sentosa Cove Hotel
સિંગાપુરની અલગ હોટલ W Sentosa Cove થી China Seaનો ઘણો જ સુંદર નજારો જોવા મળે છે. અહીં ઘણાંબધા Wow Factors છે Sentosa Coveથી સિંગાપુરના બધા મુખ્ય પર્યટક સ્થળ સુધી સરળતાથી પહોંચી શકાય છે.
આ સિંગાપુરની અનોખી હોટલમાંની એક છે અને પોતાનામાં એક પર્યટક સ્થળ છે. અહીં અલગથી ડિઝાઇન, મોટી દિવાલો અને શાનદાર બેડરુમ, આ ઉપરાંત, સુંદર દ્રશ્યવાળી બાલ્કની, ટેરેસ અને પૂલ પણ આ હોટલની ખાસિયત છે.
M Social
આ સુંદર હોટલનું ઇન્ટિરીયર Philipe Starckએ કર્યું છે. અહીં અનોખી ડિઝાઇનના લેમ્પ, મોટા સ્ટેચ્યુ છે. આ હોટલનના રુમ ઘણાં શાંત છે, ઘણી જ અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
Indigo Hotel
આ હોટલ પડોશના Katongની ચાઇનીઝ હિસ્ટ્રીને દર્શાવે છે. 4 સ્ટાર Indigo Hotel શાનદાર ઓરિએન્ટલ ડિઝાઇન અને સુવિધા યુક્ત સુંદર હોમ પ્રદાન કરે છે. આ શહેરના પૂર્વી વિસ્તારમાં આવેલી છે, આ શહેરના મુખ્ય પર્યટક સ્થળોથી 20 મિનિટથી 30 મિનિટના ટેક્સી ડ્રાઇવ પર સ્થિત છે. હોટલના રુમ્સમાં સુંદર કલાકૃતિ અને આર્ટવર્ક જોવા મળશે.
Raffles Hotel
આ ઘણું જ સુંદર કોલોનિયલ માસ્ટરપીસ છે. આને 1987માં નેશનલ મ્યૂઝિયમ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. બીચ રોડ પર સ્થિત આ અનોખી હોટલ શહેરની બરોબર વચ્ચે છે. આ હોટલની પાસે બધા મેજર શોપિંગ સેન્ટર, રેસ્ટોરન્ટ અને માત્ર 10 મિનિટના અંતરે મરીના બે સ્થિત છે.
Wanderlust Hotel
ઓર્ચાર્ડ રોડથી ફક્ત 10 મિનિટના અંતરે આવેલી સિંગાપુરની અનોખી હોટલની વાત જ કંઇક જુદી છે. આની ડિઝાઇનને એવૉર્ડ પણ મળ્યો છે. બેડરુમને અલગ રીતે રંગ કે થીમના આધારે સજાવાયો છે. આ સજાવટથી અહીં રોકાવાની મજા જ કંઇક અલગ છે. અહીં વિન્ટેજ બાથટબ, સોફા છે જે એક સારો અનુભવ તમને આપશે.
Ocean Suites at resorts World Sentosa
જ્યારે તમે પાણીમાં રહી શકો છો તો જમીન પર કેમ રહેવું? આ હોટલના 11 શ્યૂટ છે જે સમુદ્ર સૂટ છે. આના 2 લેયર છે જેમાં નીચેના લેવલ પર પાણી અને માછલીઓને જોઇ શકાય છે. અહીં 50 હજારથી વધુ માછલીઓની પ્રજાતિઓને જોઇ શકાય છે.