દેશ-દુનિયામાં દરેક ફરવા માંગે છે. પરંતુ મોટાભાગના લોકો પોતાના કોઇ મિત્ર, રિલેટિવ કે પાર્ટનરની સાથે ફરવાનું પસંદ કરે છે. એકલા ફરવાનું ઘણાં ઓછા લોકો જ પસંદ કરતા હોય છે. પરંતુ એકલા ફરવા જવાનો અનુભવ એવો છે કે તે તમને સ્વયંની નજીક લઇ જાય છે. તો એવી પહેલા કે તમે એકલા ફરવા જાઓ આવો જાણીએ કેટલીક ટિપ્સ….
પાણીનો સ્વાદ ચાખી લો
એકલા ફરનારા મોટાભાગે કહેતા હોય છે કે તેઓ ખોવાઇ નહીં જાય. પરંતુ દરેક વખતે એવું નથી થતું. કહેવત છે કે પાણીનો સ્વાદ ચાખ્યા વગર ડુબકી ન લગાવવી જોઇએ. જ્યાં જવાનું છે તેના વિશે વાંચી લો, લોકલ કલ્ચર, હવામાન, ટ્રાન્સપોર્ટેશન વગેરે અંગે જાણી લો. ભારતની બહાર જવાનું હોય તો પાસપોર્ટ, વીઝા જેવા જરુરી કાગળોની ઇ કોપી પણ રાખો. દરેક વખતે બધા રૂપિયા સાથે લઇને ન ચાલો. કેટલીક ઇમરજન્સી રોકડ અલગ રાખો. આ ઉપરાંત ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાં પણ કેટલાક રૂપિયા રાખી શકો છો.
પોતાને એક્સપ્લોર કરો
એકલા ફરવાનો અર્થ તમારી અંદરના વ્યક્તિને બહાર લાવવાનો છે. આ સમય દરમિયાન આપણને અનેક પ્રકારના અનુભવ મળે છે જેનું મહત્વ છે. જેમ કે અજાણ્યા લોકોને મળવું, પોતાની સ્ટોરી શેર કરવી અને નવા દોસ્ત બનાવવા વગેરે.
કોઇ નવી જગ્યાએ જઇને કેટલીક ક્ષણો માટે પોતાના દુઃખ દર્દ ભુલી જવા. ત્યાં જઇને ત્યાંના લોકોમાં ભળી જવું. જે-તે જગ્યાની સ્થાનિક ભાષા શિખવી. જો શક્ય હોય તો કોઇ લોકલ પરિવારની સાથે રોકાઓ. ઘણાં લોકો તમને તમારા મહેમાન સમજીને આખી દુનિયા અંગે જણાવશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પોતાને પર્યટકની જેમ સીમિત ન રાખો. પોતાને એક્સપ્લોર કરો, કારણ કે એકલા યાત્રા કરવાનો અસલી હેતુ આ જ છે.
કેમેરાની આદત ન નાંખો
આ બિલકુલ યોગ્ય છે કે તસવીરો અનેક અનમોલ ક્ષણ અને યાદોને કેદ કરી લે છે. આ એક માધ્યમ છે, જેના દ્ધારા અમે અમારી યાદગાર ક્ષણો યાદ રાખીએ છીએ. પરંતુ તેનો અર્થ એ પણ છે કે તમે તમારી યાત્રાની પૂરી મજા લઇ રહ્યા છો. નવા સ્થળે જઇને તેને કેમેરામાં કેદ કરવા અને દુનિયાને અપડેટ કરવા અંગે ક્યારેય ચિંતિત ન હોવું જોઇએ પરંતુ તેનો આનંદ લેવો જોઇએ.
આશા ઓછી રાખો
અપેક્ષાના ભાર હેઠળ પોતાની ભાવનાઓને ઓછી ન કરો. ક્યારેક કેટલીક ચીજો તમારી યોજનાઓ અનુસાર કામ નથી કરતી. સૌથી મહત્વની વાત એ છે કે બીજા લોકોની સોલો યાત્રાથી પોતાના અનુભવની તુલના ન કરો. એ જરુરી નથી કે સોશ્યલ મીડિયા પર તમે જે કંઇ વાંચો કે જુઓ છો તે સાચું હોય. તમારી પાસે લોકોને બતાવવા માટે એક નવી કહાની હશે, જે સારી વાત છે.