ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. ધોળકાથી 20કિ.મી જ્યારે અમદાવાદથી 60થી 62 કિ.મી અને બગોદરા નેશનલ હાઇવેથી 14 કિ.મી.ના અંતરે આ ગામ આવેલું છે. જેને લોકો ગણેશપુરા, ગણપતિપુરા,ગણપતપુરા ગણેશ ધોળકા જેવા નામથી ઓળખે છે.
આખા ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીંયા જોવા મળે છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ ધરાવે છે.