કુંભલગઢ અરવલ્લી પર્વતમાળા પર વસેલુ છે. તે અમદાવાદથી 310 કિ.મી અને ઉદેપુરથી 82 કિ.મી દૂર આવેલું છે. કુંભલગઢને યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સાઈટનું બિરુદ આપવામાં આવ્યું છે. મૌર્ય રાજા સમ્રાટ અશોકના પૌત્ર સાંપ્રતિએ અહીં પહેલો ગઢ બંધાવ્યો હોવાનું મનાય છે. અત્યારનો ગઢ મેવાડના રાજા મહારાણા કુંભાએ બંધાવ્યો હતો. આ કિલ્લાને કારણે મેવાડ મારવાડથી જુદુ પડી ગયું હતું. આ જ કિલ્લામાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. ચિત્તોડગઢ પર હુમલો થયો ત્યારે તેમના પિતા રાણા ઉદય સિંહ મહારાણા પ્રતાપને કુંભલગઢ આવ્યા હતા. તેમણે પાછળથી ઉદેપુર શહેર વસાવ્યું હતું.