જો તમે અમદાવાદમાં રહો છો અને કાઠિયાવાડી ખાવાના શોખીન છો આજે અમે તમને એક એવી રેસ્ટોરન્ટ વિશે જણાવીશું જે તમને આપે છે શુદ્ધ કાઠિયાવાડી સ્વાદ. આમ તો અમદાવાદીઓ દર રવિવારે ડિનર ઘરની બહાર જ કરતા હોય છે. શહેરના એસ.જી.હાઇવે પર અનેક ગુજરાતી, કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ખુલી ગઇ છે. જેમાં તમે ઇનહાઉસ કે ઓપનએર એટલે કે ખુલ્લા આકાશ નીચે ગાર્ડન એરિયામાં કે માંચડા પર બેસીને કાઠિવાડી ભોજનનો આનંદ માણી શકો છો. એસ.જી.હાઇવે પર ગાંધીનગર તરફ જતાં આવી જ એક રેસ્ટોન્ટ ખુલી છે જેનું નામ છે ગીર રજવાડી રેસ્ટોરન્ટ.
ગીર રજવાડી રેસ્ટોરન્ટ
ગીર રજવાડી રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે તેમાં રસોઇ ગેસની સગડી પર નહીં પરંતુ ચુલા પર બનાવવામાં આવે છે. ચુલા પર રસોઇ બનતી હોવાથી તેનો ટેસ્ટ પણ તમને ખુબ મીઠો લાગશે. આ રેસ્ટોરન્ટમાં તમામ રસોઇમાં શુદ્ધ સિંગતેલનો ઉપયોગ કરવામાં આવે છે. મસાલા પણ ઘરના જ બનાવેલા હોય છે. દાળ-શાકમાં વપરાતું મરચું ખાસ રાજકોટથી મંગાવવામાં આવે છે. અહીં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. રસોડામાં બનતી રસોઇ કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે. નવાઇની વાત એ છે કે આ રેસ્ટોરન્ટના માલિક અજયભાઇ જાતે રસોઇ બનાવીને લોકોને ખવડાવે છે.
શું મળશે અહીં
ગીર રજવાડી રેસ્ટોરન્ટમાં તમને રજવાડી ઉંધિયું, રજવાડી ઢોકળી, ભરેલા કારેલા, ભરેલા રિંગણાં, સેવ-ટામેટા, લસણિયા બટાકા, ભીંડી મસાલા, મેથી કેલા, પાલક દાળ, પંચતંત્ર દાળ, આબાદ દાળ, ચણા મસાલા, સુકી ભાજી, કાજુ ગાંઠિયા, વેજિટેબલ ખિચડી, ગીરનારી ખિચડી, કઢિ ખિચડી સહિત અનેક ગુજરાતી શાક ખાવા મળશે.
પંજાબી શાકમાં પનીર ટિક્કા મસાલા, પનીર બટર મસાલા, પનીર ભુરજી, પનીર કાજુ કરી સહિત અન્ય પંજાબી શાકનો ટેસ્ટ કરી શકોછો. ગીર રજવાડીમાં રોટલી, બાજરાના રોટલા, જુવાર, મકાઇના રોટલા, પરાઠા અને ભાખરી ખાવા મળશે. તો મીઠાઇમાં ચુરમાના લાડુ, શ્રીખંડ, મેંગો રસ, રોટલાનું ચુરમું મળે છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.