હવા મહેલને ૧૭૯૮માં સવાઈ પ્રતાપ સિંહે બનાવ્યો હતો. હવા મહેલ રાજસ્થાન રાજ્યના જયપુર શહેરમાં આવેલ છે. હવા મહેલને જોવા માટે પર્યટકો વિદેશથી પણ આવે છે. હવા મહેલને દુરથી જોતાજ તે મુકુટ જેવો અને મધમાખીઓના પોપડા જેવો દેખાવ આવે છે. પાંચ માળની આ ઇમારત ઉપરથી ફક્ત દોઠ ફૂટ જ પહોળી છે.
સામાન્ય રૂપે હવા મહેલને શાહી પરિવારની મહિલાઓને શહેરમાં થતી રોજની પ્રક્રિયાઓ જોવા માટે બનાવ્યો હતો. શહેરની વચ્ચે આ સુંદર ભવનમાં ૧૫૨ બારીઓ બનાવેલ છે અને આ સુંદર ભવનમાં રાજપૂત અને મુગલ કલાના અદભૂત નમૂનાઓ બનાવેલ છે.