જ્યારે પણ આપણે હાલના પર્યટન સ્થળ, હોટલ કે રિસોર્ટમાં જવાથી કંટાળી જઇએ છીએ તો આપણે પ્રકૃતિની નજીક જવા માટે તરસીએ છીએ. છેલ્લા ઘણાં વર્ષોમાં ભારતમાં એવી હોટલ બની છે જે પોતાના મહેમાનોને આધુનિક સુખ-સુવિધાઓની સાથે પ્રકૃતિની નજીક હોવાનો અનુભવ કરાવે છે. આવી ઇકો ફ્રેન્ડલી હોટલ કે રિસોર્ટમાં તમને એ તમામ અનુભવ મળે છે જેને તમે તમારા સપનામાં વિચારતા હશો. તો આવો જાણીએ ભારતની ઇકોફ્રેન્ડલી હોટલ વિશે.
1. કલમતિયા સંગમ, અલ્મોડા
આને આયુર્વેદ કલમતિયા સંગમ રિસોર્ટ પણ કહેવામાં આવે છે. પર્વતના શિખરે સ્થિત કલમતિયા સંગમ રિસોર્ટ ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં 14 એકરમાં ફેલાયેલો છે. વર્ષ 1867માં બ્રિટિશ કેપ્ટન ઇ એસ જેક્શન દ્ધારા બ્રિટિશ સમયમાં બનાવાયો હતો, જે બાદમાં રિસોર્ટમાં ફેરવાઇ ગયો હતો. આ રિસોર્ટમાં વનસ્પતિ, જીવ અને સ્વદેશી પક્ષીઓની એક વિસ્તૃત શ્રુંખલા છે. અહીંના કોટેજથી હિમાલયના શાનદાર નજારા જોઇ શકાય છે. અહીં બધી આધુનિક સુવિધાઓ છે. રિસોર્ટમાં ફ્રેશ વસ્તુઓથી બનેલા શાનદાર શાકાહારી વ્યંજન પણ મળે છે.
2. સ્વસ્વર, ગોકર્ણ (કર્ણાટક)
કર્ણાટકના પ્રાચીન ઓમ સમુદ્ર તટ પર સ્થિત છે સ્વસ્વર ગોકર્ણ રિસોર્ટ. રિસોર્ટ 26 એકરના બગીચા અને પર્વતોની વચ્ચે ઘેરાયેલો છે. આ રિસોર્ટ મહેમાનો માટે આયુર્વેદ અને યોગ સેવાઓની રજૂઆત માટે જાણીતો છે. સ્વસ્વર ગોકર્ણ રિસોર્ટમાં ગયા બાદ તમે પોતાનામાં જીવંત મહેસૂસ કરશો. આધુનિક સુવિધાઓની સાથે સાથે સ્વસ્વર ગોકર્ણ સારી રીતે સુસજ્જિત છે.
3. કોકોનટ લગૂન, કુમારકોમ (કેરલ)
30 એકરમાં કોકોનટ લગૂન રિસોર્ટને નહેરોની આસપાસ વસાવવામાં આવ્યો છે. તેના રૂમ અને ઘર સ્થાનિક ફર્નીચરથી સુસજ્જિત છે. તેમાંથી કેટલાક રૂમને કેરળની પ્રાચીન હવેલીના જેવા બનાવાયા છે. અહીં એક પતંગિયાનો બગીચો પણ છે. અહીં સૂર્ય ઉર્જા પર ચાલતી નાવ પર સવારી કરવાનું ઘણું જ રોમાંચક છે. સ્વાભાવિક છે કે આ રિસોર્ટનું નામ નારિયેળના નામ પર રાખવામાં આવ્યું હોવાથી અહીં નારિયેળની ખેતી અને નારિયેળથી બનેલા તમામ પ્રકારના પકવાન પીરસવામાં આવે છે.
4. હેવલૉક આઇલેન્ડ રિસોર્ટ (અંડમાન)
અંડમાન એન્ડ નિકોબાર ટાપુને એશિયામાં સૌથી સારો સમુદ્રી કિનારો ગણવામાં આવે છે. સમુદ્રી કિનારો, ડાંગરના ખેતરો, કેળના બગીચાથી ઘેરાયેલા હેવલૉક રિસોર્ટ અદ્ભુત દેખાય છે. રિસોર્ટ સંપૂર્ણ રીતે રસાયણ મુક્ત છે. સાત એકરમાં ફેલાયેલા એસી રૂમ, ટેન્ટ રૂમ, વિલા અને કૉટેજ છે. આ અંડમાન ટાપુ સમૂહમાં એકમાત્ર 5 સ્ટાર ડેવલપમેન્ટ રિસોર્ટ છે. અહીં પતંગિયા અને અનેક પ્રકારના પક્ષી પણ જોવા મળે છે. આઇલેન્ડ રિસોર્ટ એક પર્યાવરણ શિક્ષણનું કેન્દ્ર પણ ચલાવે છે જે અંડમાનની જીવ વિવિધતા પર નિવાસીઓ અને પર્યટકોને શિક્ષિત કરે છે.
5. બનાસુરા હિલ રિસોર્ટ, (વાયનાડ)
આ રિસોર્ટ સમુદ્રની સપાટીએથી 3200 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે જે 35 એકરમાં લીલાછમ એરિયાને કવર કરતા બનાવાયો છે. રિસોર્ટ બ્લેક મરી, કોફી, કાજુ અને ચાના બગીચાની વચ્ચો વચ છે. રિસોર્ટની સૌથી રસપ્રદ વિશેષતા એ છે કે અહીંના ઘર વાંસના બનેલા છે. છતો પર પણ ઘાસ છે. રિસોર્ટમાં અંદાજે સોથી વધુ વાંસની ખેતી જોવા મળે છે. રિસોર્ટમાં એક પક્ષીઘર પણ છે.
6. ઑરેન્જ કાઉન્ટી રિસોર્ટ, કાબિની નદી (મૈસૂર)
ઑરેન્જ કાઉન્ટી રિસોર્ટ મૈસૂરથી માત્ર બે કલાકના અંતરે છે. રિસોર્ટમાં બધી વિશ્વસ્તરીય સુવિધા છે. અહીં જે ગેસ્ટ હાઉસ બનાવાયા છે તે અહીંની આદિવાસી જનજાતિઓના ઘરોના સ્ટાઇલથી બનાવાયા છે. ગેસ્ટ હાઉસ જોવામાં ઘણા પારંપરિક લાગે છે પરંતુ બધી મોર્ડન લકઝરી સુખ સુવિધા આપે છે. આ કૉટેજને જોઇને તમે અંદાજો પણ નહીં લગાવી શકો કે આની અંદર ઓપન એર જાકુજી, સ્વિમિંગ પુલ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. સાંજના સમયે તમે ટ્રાઇબલ ડાન્સના પારંપારિક નૃત્યને પણ જોઇ શકો છો. બોટિંગનો આનંદ પણ લઇ શકો છો.