સસ્તી હવાઇ મુસાફરી કરવાની આ 10 ટ્રીક જાણી લો, તમારા કામમાં આવશે

0
424
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

મધ્ય વર્ગના લોકો માટે તો સસ્તી હવાઇ ટિકિટ (cheap flight tikets) મળવાનો અર્થ પોતાના સપનાની દિશામાં આગળ વધવું. જો કે સસ્તી ટિકિટ મેળવવા માટે તમારે મહેનત કરવી પડશે. સતત ભાડા પર નજર રાખવી પડશે.

જલ્દી બુક કરો

ઓછામાં ઓછા 3 મહિના પહેલા ટિકિટ બુક કરો. 3 સપ્તાહ પહેલા પણ બુક કરી શકાય છે. ઉદાહરણ તરીકે દિલ્હીથી મુંબઇની ટિકિટ 3 મહિના પહેલા બે હજારમાં મળે છે જ્યારે એક સપ્તાહ પહેલા 4 હજારમાં મળે છે તો એક વર્ષ પહેલા લેવાનો કોઇ અર્થ નથી. પરંતુ જો 1 હજારમાં મળતી હોય તો જરૂર લઇ લેવી જોઇએ.

અદ્રશ્ય મોડ ( incognito mode/ Private tab)નો ઉપયોગ કરો

તમારા બ્રાઉઝરમાં પ્રાઇવેટ મોડનો ઉપયોગ કરો. આ મોડનો ફાયદો એ છે કે બ્રાઉઝર આપને ટ્રેક નહીં કરી શકે. તમારા સર્ચ પર તેનું નિયત્રણ નહીં હોય તો યોગ્ય કિંમત જોવા મળશે. જો આ મોડ વગર ભલે તમે એક કરતાં વધુ સાઇટો પર જતા રહો તમને રેટ વધારે જ દેખાશે.

કુકીઝ અને હિસ્ટ્રી ડિલીટ કરો

ભલે તમે બ્રાઉઝરમાં પ્રાઇવેટ ટેબનો ઉપયોગ કરતા હોવ પરંતુ કુકીઝ અને બ્રાઉઝિંગ હિસ્ટ્રીને ડિલીટ અવશ્ય કરો. જાહેરાતોનું માર્કેટ આના સહારે જ ચાલે છે.

તુલનાત્મક સર્ચ એન્જિનનો ઉપયોગ કરો

જ્યારે પણ કોઇ સસ્તી ફ્લાઇટ ટિકિટને બુક કરવાનું મન થાય તો તેની પહેલા તુલના કરીને પરિણામ આપનારા સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો જોઇએ. એક સર્ચ એન્જિન એવા હોય છે જ્યાં તમે ફ્લાઇટ ટિકિટ સર્ચ કરો છો અને બુકિંગ કરાવો છો જ્યારે બીજા એવા છે જ્યાંથી બધી એરલાઇન્સ અને સાઇટસ સર્ચ થાય છે. જેમ કે એર એશિયાની વેબસાઇટ છે પરંતુ મેક માય ટ્રિપ પરથી તેની ટિકિટ બુક કરાવી શકાય છે પરંતુ મેક માય ટ્રિપનું પોતાનું સર્ચ એન્જિન છે અને ત્યાં ટિકિટ બુક કરી શકાય છે જ્યારે સ્કાય સ્કેનર મેક માય ટ્રિપથી લઇને એર એશિયા સુધી બધી સાઇટો સર્ચ થાય છે અને જ્યાં તમે સસ્તી ફ્લાઇટ ટિકિટ સર્ચ કરી શકો છો. સ્કાય સ્કેનર પોતે બુક થતી કરતું પરંતુ ત્યાંથી સસ્તી ટિકિટ સર્ચ કરીને જે-તે વેબસાઇટ પર જઇને બુકિંગ થઇ શકે છે.

કેટલાક સર્ચ એન્જિનના નામ

Skyscanner ,Momondo ,Kayak, make my trip, yatra ,ixigo ,Goibibo

રિટર્ન બીજી એરલાઇનથી

આમ તો બધી એરલાઇન પોતાની ઉડાનમાં આવવા-જવા પર છૂટ આપે છે પરંતુ મોટાભાગે તે મોંઘુ હોય છે. બન્ને બાજુથી કોશિશ કરવી જોઇએ અને જેમાં સસ્તી ટિકિટ મળે તેનો ઉપયોગ કરવો જોઇએ.

વન વે અને એક વ્યક્તિ માટે સર્ચ કરો

ઘણીવાર બુકિંગ કરતી વખતે તમને ટિફોલ્ટ રિટર્ન ટિકિટ બતાવાય છે પરંતુ જો તમે ફક્ત વન વે એટલે કે એક તરફની ટિકિટ સર્ચ કરો તો સસ્તી ટિકિટની આશા વધુ હોય છે. સાથે તમારે ભલે અનેક ટિકિટ બુક કરવી હોય પરંતુ પ્રથમ તો હંમેશા તમારે એક વ્યક્તિ માટે જ ટિકિટ સર્ચ કરવી જોઇએ.

હંમેશા તૈયાર રહો

ઘણીવાર એવું થાય કે આપણે કોઇ ઓફર જોઇ પણ આપણા એકાઉન્ટમાં પૈસા નથી અને જ્યારે ખાતામાં રૂપિયા આવે ત્યારે ઓફર જતી રહી હોય. આવું ન થાય એટલા માટે તમારા ખાતામાં બેલેન્સ રાખવું જરૂરી છે.

નજર રાખો

સમાચારપત્રો, સોશિયલ મીડિયા પર નજર રાખો જેથી ખબર પડે કે સેલ ક્યારે આવી રહ્યું છે. મોટાભાગે આના માટે શ્રેષ્ઠ રીત એ છે કે તમે એર એશિયા જેવી એરલાઇન વેબસાઇટ પર તેમનો ન્યૂઝલેટર સબ્સ્ક્રાઇબ કરો કે સ્કાય સ્કેનર જેવી સાઇટ પર ઇમેલ નાંખી દો.

એલર્ટ મોડથી શોધો

જો તમારે કોઇ ખાસ મહિનામાં અને કોઇ ખાસ જગ્યાએ જવાનું ફિક્સ હોય તો તમે તે રૂટની ફ્લાઇટને એલર્ટ મોડ પર રાખી શકો છો. બધા સર્ચ એન્જિનમાં એ સુવિધા છે કે તમે ફેર એલર્ટ લગાવી શકો છો જ્યારે આટલું ભાડુ આવી જાય તો મને ઇમેલ કરી દો.

લે ઓવર (layover)વાળી ટિકિટ —

લેઓવર એને કહેવાય જ્યારે તમારી ટિકિટ જે જગ્યાની છે ત્યાં જવા માટે તમારે વચ્ચે ક્યાંક વિમાનને બદલવું પડે. આમાં પણ બે વાત છે, ઘણીવાર વિમાન એક જ કંપનીના હોય છે તેમજ ફ્લાઇટ બદલવાનો સમય પણ એક કલાકથી 24 કલાકનો હોય છે. જો સમય ભરપૂર છે અને પૈસા બરાબર જ થાય છે તો તમે 4 થી 8 કલાકના લે ઓવરના સમયમાં તે શહેરમાં એક કે બે જગ્યાએ ફરીને આવી શકો છો.