ઇન્ટરનેટ કે ટેક્નોલોજીએ હોસ્પિટિલિટી કે હોટલ ઇન્ડસ્ટ્રીની રીતો બદલાઇ ગઇ છે. આજે લાખો હોટલ પોતાના મહેમાનોને ઓનલાઇન બુકિંગ સુવિધા ઓફર કરી રહ્યા છે. ઇન્ટરનેટ પર ટ્રાવેલ વેબસાઇટ્સ અને એપ્સની ભરમાર છે, જેનાથી યાત્રીઓની ઝિંદગી પહેલાની તુલનામાં સરળ થઇ ગઇ છે. ઇન્ટરનેટ પર ટૂરિસ્ટ્સને હોટલની સારી-એવી રેન્જ મળે છે જેની ન કેવળ સર્વિસ સારી છે પરંતુ આ બજેટ ફ્રેન્ડલી પણ છે. ઓનલાઇન બુકિંગથી ટૂરિસ્ટ્સને ડિસ્કાઉન્ટ કૂપન અને અનેક વાઉચર્સ ઓફર મળે છે જેનો લાભ ઉઠાવી શકાય છે.
સમય અને પૈસાની બચત
ઑનલાઇન બુકિંગ કરાવવામાં આપને પરેશાની નથી થતી, જ્યારે ઑફલાઇન બુકિંગ માટે તમારે ટ્રાવેલ એજન્ટની ઓફિસે જવું પડે છે. ઑનલાઇન બુકિંગ કરાવવાથી નિશ્ચિત રીતે યાત્રીઓને નાણાંકીય ફાયદા થાય છે કારણ કે ઑનલાઇન હોટલ બુકિંગમાં અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ મળે છે અને આનાથી તેમને કેટલાક વધારાના પૈસા બચાવવામાં મદદ મળે છે.
યૂઝર ફ્રેન્ડલી
ઑનલાઇન ટ્રાવેલ એજન્ટ્સ (ઓટીએ)નો સરળતાથી ઉપયોગ કરી શકાય છે કારણ કે આ પોર્ટલ ગ્રાહકો માટે હોટલના રૂમની બુકિંગની પ્રક્રિયા સરળ બનાવે છે. યાત્રીઓને ઑનલાઇન હોટલના અનેક વિકલ્પ આપે છે, જેમાંથી દરેક વ્યક્તિ પોતાની પસંદ અનુસાર હોટલની પસંદગી કરી શકે છે. અહીં તમે જુદી જુદી હોટલોની તુલના પણ કરી શકે છે.
Expertsની સલાહ
ઑનલાઇન ટ્રાવેલ એજન્સી (ઓટીએ)માં કામ કરનારા કર્મચારી ઘણાં જ પ્રોફેશનલ હોય છે અને તેમની પાસે આ ઇન્ડસ્ટ્રીની વિશેષજ્ઞતાનો ઘણાં વર્ષોનો અનુભવ હોય છે. ઓટીએ પોતાના પોર્ટલમાં લિસ્ટેડ હોટલનો રેગ્યુલર સર્વે કરે છે અને કસ્ટમર તરફથી આપવામાં આવેલા ફિડબેક અને રિવ્યૂ પર બારીક નજર રાખે છે. તેમાં યાત્રીઓ પોતે હોય છે.
રિવ્યૂ
અલગ-અલગ હોટલોના સંબંધમાં કસ્ટમરનો રિવ્યૂ ઑનલાઇન ઉપલબ્ધ છે. ઑનલાઇન રિવ્યૂમાં ન કેવળ એવા લોકોની કોમેન્ટ્સ હોય છે, જે કોઇ ખાસ હોટલમાં ઉતર્યા હોય પરંતુ ઑનલાઇન તમે કોઇપણ ખાસ હોટલનો ફોટો જોઇ શકો છો. આ ઘણું લાભદાયક હોય છે કારણ કે હોટલો તરફથી પોસ્ટ કરવામાં આવેલી તસવીર ઘણીવાર ગુમરાહ કરે છે. કસ્ટમર રિવ્યૂ યાત્રીઓની એક કોમ્યુનિટી બનાવવામાં મદદ કરે છે, જે પોતાના યાત્રાના અનુભવના આધારે ડિટેલમાં ફીડબેક શેર કરે છે.
અલગ-અલગ જગ્યાઓનું બુકિંગ
જો કોઇ વ્યક્તિ અલગ-અલગ શહેરોના ટૂર કરવાની યોજના બનાવે છે તો હોઇ શકે છે કે પારંપારિક ટ્રાવેલ એજન્ટ્સનો પણ બધા દેશો કે બધા શહેરોનો સંપર્ક ન હોય. આ સીમાનો અર્થ છે કે અલગ અલગ ડેસ્ટિનેશન પર હોટલનુ બુકિંગ કરાવવામાં પ્રવાસીઓને બે કે બેથી વધુ ટ્રાવેલ એજન્ટ્સનો સંપર્ક કરવો પડે છે. જ્યારે ઑનલાઇન ટ્રાવેલ એજન્સીઓમાં આ પ્રકારની મર્યાદા નથી હોતી. આનાથી યાત્રીઓ પોતાની રજાઓ અને વધુ મોજ-મસ્તીથી પસાર કરી શકે છે. કારણ કે ઑનલાઇન ટ્રાવેલ એજન્સીમાં તમે બધી જગ્યાઓનું ઑનલાઇન બુકિંગ કરી શકો છો. આ બધા ડેસ્ટિનેશન માટે વન સ્ટૉપ શૉપ છે કારણ કે ઇન્ટરનેટમાં મર્યાદારહિત સંભાવના હોય છે અને ઓટીએ તમારી યાત્રા સંબંધી જરૂરીયાતો પૂરી કરવામાં સક્ષમ બને છે.
સાત અને દિવસ ચોવીસ કલાક કામ
પારંપરિક ટ્રાવેલ એજન્ટ્સથી ઉલટું ઑનલાઇન ટ્રાવેલ બુકિંગ સિસ્ટમ આખો દિવસ કામ કરે છે. જેનાથી સંભવિત કસ્ટમર્સ દિવસમાં કોઇપણ સમયે હોટલમાં રુમનું બુકિંગ કરાવી શકે છે. આનાથી વેચાણ પણ વધે છે કારણ કે ઑનલાઇન ટ્રાવેલ એજન્સી પોતાના વર્કિંગ અવર્સ પછી પણ કામ કરે છે. અભ્યાસ અનુસાર સાત દિવસ ચોવીસ કલાક બુકિંગની સુવિધા મોજુદ હોવાથી હોટલ બુકિંગની સંખ્યામાં વધારો થયો છે.
સુવિધાજનક ઢંગથી ચુકવણીની પ્રક્રિયા
ઑનલાઇન હોટલ બુકિંગથી પેમેન્ટની પ્રક્રિયા પણ સરળ થઇ ગઇ છે. કસ્ટમર્સ હોટલનું બુકિંગ કરાવતી વખતે પેમેન્ટ ચૂકવી શકે છે. આનાથી તેમને વધારાના પૈસાનો ખર્ચ નથી કરવો પડતો. તેમને હોટલમાં પહોંચીને પેમેન્ટ આપવાની ચિંતા નથી કરવી પડતી.
રૂમને અપગ્રેડ કરાવવામાં પડે છે સુવિધા
ઑનલાઇન કોઇ પેકેજને ક્રિએટ કરવા, તેને પ્રકાશિત કરવા, તેને પ્રમોટ કરવા, પેકેજ કે એડઑનનું વેચાણ કરવાનું વધુ સરળ છે. કસ્ટમર તેને એકસાથે મિલાવી શકે છે કે તે પેકેજને પસંદ કરી શકે છે, જે તે પોતાના માટે ઇચ્છે છે.