અમરનાથ જલાભિષેક કાવડપદ યાત્રા 12 ઓગસ્ટે

0
476
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

શ્રી જયઅંબે પદયાત્રા સંઘ દ્ધારા અમદાવાદના ઓઢવથી મહુડી પાસેના અમરનાથધામની કાવડ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સતત પાંચમાં વર્ષે આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાવડ પદયાત્રાનો શુભારંભ અમદાવાદના ઓઢવ વિસ્તારના અર્બુદાનગર સ્થિત પંચદેવ મંદિરથી થશે. 12 ઓગસ્ટે લગભગ 5000 જેટલા કાવડિયાઓ બમ બમ ભોલેના નાદ સાથે પંચદેવ મંદિરથી સવારે 8 કલાકે પગપાળા અમરનાથ ધામ જવા નીકળશે. મહુડી પાસેના અમરનાથ ધામ ખાતે 13 ઓગસ્ટે આ કાવડયાત્રાની પૂર્ણાહુતિ થશે. અમરનાથ ધામ ખાતેના શિવલિંગ પર કાવડિયાઓ દ્ધારા જલાભિષેક કરવામાં આવશે. જયઅંબે કાવડ પદયાત્રા સંઘ દ્ધારા આયોજિત અમરનાથ જલાભિષેક યાત્રામાં આ વખથે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા રહેશે. કાવડ પદયાત્રા દરમ્યાન ભોજપુરી અને હિન્દી લોકગાયકો દ્ધારા લાઇવ પ્રોગ્રામ કરવામાં આવશે.