લાંબા સમય પછી પ્રવાસીઓ માટે ખુલ્યો ચેન્નઇનો મરીના બીચ, જાણો શું છે નવા નિયમ

0
359
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

કોરોના વાયરસ સંક્રમણના કારણે સામાન્ય જનજીવન પર પ્રતિકૂળ પ્રભાવ પડ્યો છે. ખાસ કરીને પર્યટન ક્ષેત્ર પર તેની વ્યાપક અસર પડી છે. જો કે, લાંબા સમય પછી પર્યટન સ્થળોને ખોલવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં લગભગ આંઠ મહિના પછી ચેન્નઇના મરીના બીચને પર્યટકો માટે ખોલી નાંખવામાં આવ્યો છે. આ ઉપરાંત તામિલનાડુના બધા દરિયા કિનારા અને પર્યટન સ્થળોને સોમવારથી ખોલી નાંખવામાં આવ્યા છે. પહેલા દિવસે જ મરીના બીચ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી અને લોકોએ મરીના બીચ પર ખુબ મસ્તી કરી. આનાથી સામાન્ય લોકોની સાથે સાથે મરીના બીચ પરના દુકાનદારો, વેન્ડર્સ પણ ખુશ છે અને તેમણે સરકાર દ્ધારા મરીના બીચ ખોલવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. અગાઉ 8 માર્ચથી કોરોના વાયરસ સંક્રમણના કારણે મરીના બીચને પર્યટકો માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે દુકાન પણ બંધ પડી હતી.

સમાચારોનું માનીએ તો સોમવારે લાંબા સમય પછી મરીના બીચને ખોલવામાં આવ્યો અને પહેલા જ દિવસે નાના-મોટા સૌ કોઇ મરીના બીચ પર એન્જોય કરવા પહોંચ્યા. મોટી સંખ્યામાં મરીના બીચ પર પ્રવાસીઓ આખો દિવસ નજરે પડ્યા. સ્થાનિક પ્રશાસને એકસાથે 200 લોકોને મરીના બીચ પર જવાની અનુમતિ આપી છે. જો કે, આ સંશોધનનો પ્રસ્તાવ છે. આના માટે સુવિધા અનુસાર, પર્યટકોની સંખ્યા વધારી કે ઘટાડી શકાય છે.

જ્યારે, ગ્રેટર ચેન્નઇ કોર્પોરેશનને મરીના બીચના વિક્રેતાઓને આધુનિક પુશકાર્ટ એટલે કે ઠેલણ ગાડી અરજી પ્રસ્તુત કરવા માટે આમંત્રિત કરી છે. આ અંગે વધુ જાણકારી આપતા ગ્રેટર ચેન્નઇ કૉર્પોરેશનના અધિકારીઓએ કહ્યું કે મહેસુલ અધિકારી વિભાગમાં 21 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી ફોર્મ મળશે. વિક્રેતાઓએ બે સેટ ફૉર્મ ભરવા પડશે. જ્યારે અધિકારી 6 જાન્યુઆરીએ અંતિમ યાદી જાહેર કરશે.