ટ્રેકિંગ એડવેન્ચર, ખુશી અને કોન્ફિડન્સ વધારવાનું ઘણું જ સારૂ સાધન હોય છે. ઉંચા-નીચા અને બરફથી ઢંકાયેલા પહાડો પર ધીમે-ધીમે ચાલતાં ઉંચાઇ પર પહોંચવાનો અનુભવ ઘણો જ અલગ અને ખાસ હોય છે. આમ તો ટ્રેકિંગના શોખીનો માટે હિમાલયના પહાડો હંમેશાથી બેસ્ટ રહ્યા છે જ્યાં સુધી પહોંચવા માટે ફક્ત એનર્જી જ નહીં બીજી પણ અનેક ચીજો જરૂરી હોય છે જેમાં હેલ્થ સૌથી ઉપર છે.
જો તમે બરફથી ઢંકાયેલા હિમાલયની સુંદરતાને જોવા અને અનુભવવા માંગો છો તો આના માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઘણીવાર લોકો ફરવાના એક્સાઇટમેન્ટમાં પેકિંગ દરમ્યાન એવી ઘણી બધી ચીજો ભરી લે છે જેનો ઉપયોગ નથી કરી શકતા. આવું એટલા માટે કારણ કે તેમને ખબર નથી હોતી કે કઇ ચીજોની જરૂર પડી શકે છે. તો ટ્રેકિંગ પર જતી વખતે પોતાની બેગમાં શું રાખવું અને શું નહીં, જાણીશું આ અંગે. જેનાથી જો પર્વતો પર બેગ લઇને પણ ચડવુ પડે તો કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે.
ટ્રેકિંગ માટેની બેઝિક ચીજો
ટ્રેકિંગ માટે હેટ કે સન કેપ અને સનગ્લાસિઝ, ટ્રેકિંગ શૂઝ સૌથી જરૂરી ચીજ છે. આ ઉપરાંત, રકસેક, પાણીની બોટલ, સનસ્ક્રીન, કીટનાશક ક્રીમ, ચાકૂ પણ તમારા જરૂરી લિસ્ટનો હિસ્સો હોવો જોઇએ. ઘણી ઉંચાઇએ જઇ રહ્યા છો તો ઉનના કપડા, ટોપી અને મોજા રાખવાનું બિલકુલ પણ ન ભૂલો.
એક ચેકલિસ્ટ તૈયાર કરી લો
બધા જરૂરી સામાનો માટે એક ચેકલિસ્ટ તૈયાર કરી લો જેનાથી કોઇ ચીજ મિસ નહીં થાય.
યોગ્ય રીતે કરો પેકિંગ
બધા સામાનને અરેન્જ કરવાનું સ્વાભાવિક રીતે જ ઓક મોટું ટાસ્ક છે અને તેનાથી પણ મોટું ટાસ્ક તેને યોગ્ય રીતે રાખવાનું છે. જેનાથી આપને કોઇ ચીજ કાઢવા કે શોધવા માટે પૂરી બેગ ખાલી ન કરવી પડે.
રેડી ટૂ ઇટ સ્નેક
એટલે કે ખાવા-પીવાની એવી ચીજો જેના માટે તમારે કોઇપણ પ્રકારની કોઇ મહેનત ન કરવી પડે. ટ્રેકિંગ દરમ્યાન ભૂખ અને તરસ લાગવી ઘણી જ સમાન્ય વાત છે પરંતુ આ સમયગાળા દરમ્યાન કંઇક બનાવીને ખાવું દરેક જગ્યાએ પોસીબલ નથી હોતું. સારૂ એ રહેશે કે તમે બેગમાં ચિપ્સ, નમકીન, કુકીઝ જેવી ચીજો રાખો.