એકલી ફરવા જતી મહિલા ટ્રાવેલરે આ જરૂરી ટિપ્સનું ધ્યાન રાખવું

0
477
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ટ્રાવેલિંગના બેસ્ટ એક્સપીરિયન્સ માટે દરેક ચીજનું અગાઉથી પ્લાનિંગ ઘણું જ જરૂરી છે. તમે કઇ જગ્યાએ જઇ રહ્યા છો, ક્યાં રહેવાનું છે, ક્યારે જશો, આસપાસ ફરવાની જગ્યા ઉપરાંત, એક બીજી ચીજ જે સૌથી જરૂરી હોય છે તે છે તમારી સુરક્ષા, જો તમે એકલા ટ્રાવેલ કરી રહ્યા છો તો. સોલો ટ્રાવેલિંગ દરેક માટે શક્ય નથી પરંતુ દરેક વખતે નવી જગ્યા ફરવા જવા માટે ગ્રુપની રાહ જોવી પણ શક્ય નથી. તો જો તમારી સાથે પણ આવો જ પ્રોબ્લેમ છે તો બેફિકર થઇને એકલા ટ્રાવેલ કરવા નીકળો, કેટલીક જરૂરી વાતોને નજર અંદાજ કર્યા વગર.

બધી જાણકારી રાખો પાસે

ઇન્ડિયામાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો કે બહાર, ત્યાંના કલ્ચર અને ટ્રેડિશન સાથે રૂબરૂ થવું જરૂરી છે. સોલો ટ્રાવેલિંગના સારા અનુભવમાં આ ઘણું જ કામમાં આવશે. કેવીરીતે ઉચ્ચ જગ્યા પર પહોંચી શકાય છે, ક્યાં અટકવાનું છે, ફરવાનું પ્લાનિંગ, આ બધાનું ડિટેલ પ્લાનિંગ કરીને જ નીકળો.

અજાણ્યા લોકો સાથે બહુ ફ્રેન્ડલી ન બનો

કોઇ પણ જગ્યાએ પહેલીવાર જઇ રહ્યા છો તો ત્યાં અજાણ્યા લોકોની સાથે વધારે ફ્રેન્ડલી ન રહો. પોતાના અંગે વધુ જાણકારી આપવાથી પણ બચો. આજકાલ ઓનલાઇન દરેક ચીજની જાણકારી પણ પ્રાપ્ત છે તો પણ તમારે કંઇક પૂછવું છે તો આસપાસની દુકાનો અને ટ્રાન્સપોર્ટવાળાને પૂછવાનું સારૂ રહેશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરો અને રાતમાં ટ્રાવેલ કરવાથી બચો

પ્રાઇવેટ ટેક્સી અને કેબ બુક કરવાં કરતાં સારૂ એ રહેશે કે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટથી મુસાફરી કરો જે સુરક્ષિત હોવાની સાથે જ રૂપિયા પણ બચાવે છે. ઓટો, રિક્શા, બસ અને મેટ્રોમાં બેસીને તે જગ્યાની સુંદરતા પણ એન્જોય કરી શકે છે.

હોટલ બુક કરતા સમયે ધ્યાન રાખો જરૂરી વાતો

ડાયરેક્ટ હોટલે પહોંચીને રૂમ બુક કરવાનું બજેટ માટે બેસ્ટ હોય છે પરંતુ જો તમે ઓનલાઇન હોટલ્સ બુક કરવાનું વિચારી રહ્યા છો તો કોઇ સારી અને વિશ્વસનીય ટ્રાવેલ સાઇટ પરથી જ બુક કરાવવાનું સારૂ રહેશે. હોટલ એવી જગ્યાએ ન હોવી જોઇએ જ્યાં જવા આવવા માટે ટ્રાન્સપોર્ટ મળવાનું મુશ્કેલ હોય. રૂમના લોક અને ફોન યોગ્ય રીતે કામ કરી રહ્યા હોય. હોટલમાં પ્રાઇવેટ જગ્યાએ કોઇ હિડન કેમેરા લાગેલો ન હોય તેનું ધ્યાન રાખો.

જગ્યાના હિસાબે કપડા પહેરો

મહિલાઓએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ કે જે જગ્યાએ જઇ રહ્યા છો તેના હિસાબથી કપડા પહેરવાની કોશિશ કરો. વેસ્ટર્ન દેશોમાં શોર્ટ કપડા પહેરવા મોટી વાત નથી પરંતુ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં શોર્ટ કપડા પહેરવાથી તમે લોકો માટે એટ્રેક્શનનું સાધન બની શકો છો જે સુરક્ષાની રીતે યોગ્ય નથી હોતું.

ટેક્સી બુકિંગ વખતે રાખો સાવધાની

કેબ અને ટેક્સી બુક કરાવી રહ્યા છો તો કોઇ વિશ્વસનીય કંપની પાસેથી જ કરાવો. જેમાં તમારા લોકેશનને ટ્રેક કરાવવા માટે જીપીએસ સિસ્ટમ હોય છે. ગાડીના રજિસ્ટ્રેશન નંબર અને ડ્રાઇવરના નામની જાણકારી સૌથી પહેલા લો. આ સાથે જ તમે તમારે મોબાઇલમાં તે જગ્યાનો મેપ ઓન કરી લો.