જાંબુઘોડામાં એસી કોટેજમાં રાત્રી રોકાણ સાથે અનેક એક્ટિવિટીઝ ફ્રી

0
1014
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે ગુજરાતની અંદર રજાઓ એન્જોય કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે કુદરતના સાંનિધ્યમાં અને જાંબુઘોડાના જંગલમાં આવેલો વનાંચલ રિસોર્ટ બેસ્ટ છે. આ રિસોર્ટમાં વન-ડે પિકનિક કે રાત્રી રોકાણ સાથે જંગલ ટ્રેકિંગ, રોક ક્લાયબિંગ, રેપલિંગ સહિતની એક્ટિવિટીઝ કરી શકાય છે. જાંબુઘોડાના જંગલમાં દિપડો, હરણ, બ્લુ બુલ જેવા સહિત અનેક પશુઓ અને પક્ષીઓ જોઇ શકાય છે.

ક્યાં છે વનાંચલ રિસોર્ટ

આ રિસોર્ટ જાંબુઘોડાના જંગલને અડીને આવેલો છે. પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકામાં કાટકુઇ ગામમાં છે આ રિસોર્ટ.
અમદાવાદથી 174 કિમી દૂર
વડોદરાથી 76 કિમી દૂર
પાવાગઢથી 32 કિમી દૂર

કેવી છે સુવિધા

વનાંચલ રિસોર્ટમાં 26 એસી રૂમ્સ છે. રિસોર્ટ ચારેતરફ ગાઢ વૃક્ષોથી ઘેરાયેલો છે. તમને અહીં જંગલની અનુભુતિ થશે. અહીં સેમિનાર્સ, ગેટ ટુ ગેધર, કોન્ફરન્સ,વેડિંગ, ટીમ બિલ્ડિંગ એક્ટિવિટીઝ, બર્થ-ડે સેલિબ્રેશન, એનિવર્સરી વગેરેનું આયોજન કરી શકાય છે. અહીં મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ છે.

એડવેન્ચર એક્ટિવિટીઝ

રેપલિંગ, રોક ક્લાયબિંગ, જંગલ સફારી, ટ્રેકિંગ, ફ્લાયિંગ ફોક્સ, ઝોર્બ-ઇન, એટીવી બાઇક, બેડમિન્ટન, ક્રિકેટ, વોલીબોલ, કેરમ, સ્વિમિંગ પુલ, હોર્સ રાઇડિગ જેવી સુવિધા આ રિસોર્ટમાં મળે છે.

જોવાલાયક સ્થળો

વનાંચલ રિસોર્ટની નજીકમાં ઝંડ હનુમાન, સુખી ડેમ, કડા ડેમ, દેવ ડેમ, માખણિયો પર્વત, તાગલોડ ફોરેસ્ટ, પાવાગઢ, ચાંપાનેર, બિઅર સેન્ક્ચુરિ (રીંછ અભ્યારણ્ય), દિપડાનું અભ્યારણ્ય વગેરે જોવા જેવું છે.

1 રાત 2 દિવસનું પેકેજ (1 Night Stay)
6000 + ટેક્સ (કપલ)

2 રાત 3 દિવસનું પેકેજ (2 Night Stay)
11000 + ટેક્સ (કપલ)

એકસ્ટ્રા પર્સન સેમ રૂમ

5 વર્ષ સુધીના બાળકનો કોઇ ચાર્જ નહીં
6 થી 12 વર્ષ સુધી કુલ પેકેજના 20 ટકા (ટેક્સ અલગથી)
12 વર્ષથી ઉપરના બાળક માટે કુલ પેકેજના 30 ટકા (ટેક્સ અલગથી)

પેકેજમાં શું છે સામેલ
ગોલ્ડન રૂમ
ચેક-ઇનઃ બપોરે 12 કલાકે
ચેક-આઉટઃ સવારે 10 કલાકે
બ્રેક ફાસ્ટ, ડિનર અને એક્ટિવિટીઝ
તમામ એક્ટિવિટીઝ ફ્રી
અડધો દિવસ સાઇટસીન ગાઇડ સાથે તમારા વાહનમાં (2 રાતના રોકાણ માટે)
સ્વિમિંગ પુલ અડધા દિવસ માટે (કોશ્યુમ જરૂરી)
એડવેન્ચર એક્ટિવિટીઝઃ
વિયેતનામ બ્રિજ, રોપ-વે વેલી ક્રોસિંગ, રિવર ક્રોસિંગ, 2 રોપ બ્રિજ, વેરિયસ સ્વિંગ્ઝ, મચ્ચાન ક્લાઇમ્બિંગ
આઉટડોર એક્ટિવિટીઝઃ
વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ વગેરે
ફ્લાઇંગ ફોક્સ, એટીવી બાઇકિંગ, બોડી ઝોર્બિંગ (ઉપલબ્ધતાના આધારે)

મહત્વની નોંધઃ

વનાંચલ નેચર અને ફેમિલી રિલેશનને પ્રમોટ કરતું હોવાથી રૂમમાં ટીવી, ઇન્ટરકોમની સુવિધા મળશે નહીં. ગેસ્ટની અનુકૂળતા માટે રેસ્ટોરન્ટ એરિયામાં કોમન ટીવી છે. રિસોર્ટમાં અનેક એક્ટિવિટી હોવાથી તમે ફેમિલી સાથે તેને એન્જોય કરી શકો છો.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.