ન્યૂ યર વખતે ખૂબસુરત બીચ પર ફરવા અંગે વિચાર્યું હોય અથવા તો પરિવાર સાથે ફરવા માટે કોઈ જગ્યા શોધતા હો તો થાઈલેન્ડ જઈ શકો છો. IRCTC તરફથી તમને સોનેરી તક મળી રહી છે. તમારા ખિસ્સા પર વધારે ભાર ન પડે તે માટે IRCTC 44,910 રૂપિયા થાઈલેન્ડ જવાની તક આપી રહ્યું છે.
થાઈલેન્ડની આ ટ્રીપમાં પ્લેનથી થશે. ચાર રાત અને પાંચ દિવસનો પ્રવાસ રહેશે. આ હોલિડે પેકેજની શરૂઆત 22 જાન્યુઆરી 2019થી થશે. થાઈલેન્ડ જવા માટે તમારે બેંગલુરુથી ફ્લાઈટ લેવી પડશે. આ પેકેજમાં તમને થાઈલેન્ડ, બેંગકોંગ અને પટાયાની સુંદર જગ્યાઓની સફર કરવાનો મોકો મળશે.
આ ટ્રીપની શરૂઆતની કિંમત 44,910 રૂપિયા છે. હોલીડે પેકેજમાં એક વ્યક્તિ માટે 50,830 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે બે કે 3 વ્યક્તિ માટે પેકેજ લેશો તો 44,910 રૂપિયા ચૂકવવાના રહેશે. 5 થી 11 વર્ષના બાળકો માટે 43,150 રૂપિયા અને 2 થી 4 વર્ષના બાળકો માટે 35,900 રૂપિયાનું પેકેજ છે.
IRCTCની વેબસાઈટ પ્રમાણે, ફ્લાઈટનો સમય કે તેમાં ફેરફાર એરલાઈન્સ પર નિર્ભર રહેશે. ટિકિટ બુકિંગમાં 0થી2 વર્ષ અને 2થી5 વર્ષના બાળકોની એડવાન્સ ટિકિટ બુકિંગ માટે IRCTCની ઓફિસમાં સંપર્ક કરવાનો રહેશે. 0થી2 વર્ષના બાળક માટેનું ભાડું રોકડમાં જમા કરાવવાનું રહેશે