નેપાળનો ટાઇગર પેલેસ રિસોર્ટ, અહીં છે શાનદાર કેસિનો

0
538
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

છેલ્લાં કેટલાક સમયથી ટાઇગર પેલેસ રીસોર્ટ ચર્ચામાં છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશથી આવતા યાત્રિકો માટે તેનો ક્રેઝ વધતો જાય છે. ભારત અને નેપાલ બોર્ડર નજીક દક્ષિણ વિસ્તારમાં 12 કિમી દૂર આવેલો છે. 2017માં આ રીસોર્ટ પ્રજા માટે ખુલ્લો મૂકાયો હતો. એક વર્ષમાં ઉત્તર પ્રદેશના લાખો લોકોએ આ પેલેસની મુલાકાત લઇ લીધી છે અને હજુ પણ યાત્રિકોનો ઘસારો ચાલુ છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ટિનેશન

આ એક એન્ટરટેઇમેન્ટ ડેસ્ટિનેશન છે. જ્યાં એક વખત આવ્યા બાદ કોઇ પરત જવા માગતું નથી. એક વર્ષમાં અહીં એક લાખ લોકોએ મુલાકાત લીધી છે. ટાઇગર પેલેસ રીસોર્ટમાં ગેમિંગથી લઇને ડાઈનિંગ, લગ્ન અને મનોરંજન માટે અનેક સુવિધાઓ છે. અહીં કેસિનોમાં 52 ગેમિંગ ટેબલ છે, 200 ઈલેક્ટ્રોનિક્સ ગેમ મશીન છે, આ ઉપરાંત તીન પતી જેવી ગેમ્સ પણ રીસોર્ટમાં છે.

રામ્રો ચોક

રીસોર્ટમાં નાસ્તા માટેનું સૌથી શ્રેષ્ઠ પ્લેસ રામ્રો ચોક છે. રીસોર્ટમાં આવતા દરેક લોકો આ ચોકની અચૂક મૂલાકાત લે છે, ખાસ કરીને સવારથી અહીં ફરવા આવતા લોકો આ સ્થળે થોડી વાર માટે વિસામો લે છે.

તેરાઇ રેસ્ટોરાં

બપોરનું ભોજન હોય કે રાતનું તેરાઇ રેસ્ટોરાંમાં નેપાળી સ્વાદથી લઇને એશિયાના મોટા દેશના વ્યજનો પ્રાપ્ય છે. આ સાથે ભારતીય વાનગીઓ તો ખરી જ. ખાસ કરીને નેપાળની વાનગીઓનો ટેસ્ટ આ રેસ્ટોરાંમાંથી અચૂક કરવો જોઇએ.

જેકપોટ

ગેમ રમવા માટે સૌથી રીસોર્ટનું સૌથઈ બેસ્ટ સ્થળ જેકપોટ છે. જેકપોટ એરિયાનું નામ છે જ્યાં મોટા ભાગની ગેમ્સ રમી શકાય છે. મોટા કેસિનો ટેબલ પર અનેક પ્રવાસીઓ દાવ રમે છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.