આ મુસ્લિમ દેશમાં સેંકડો વર્ષથી પ્રગટી રહી છે માં દુર્ગાની અખંડ જ્યોત

0
472
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

એક મુસ્લિમ દેશ કે જ્યાં 95% ટકા વસ્તી મુસ્લિમ પરંતુ અહીં એક માં દુર્ગાનું મંદિર છે જેમાં નથી કોઈ પૂજારી કે નથી લોકો પૂજા કરવા આવતા. તેમ છતા અહીં જ્વાળા સતત પ્રજ્વલિત રહે છે. ભારતથી દૂર યૂરોપ અને એશિયાની વચ્ચે મુસ્લિમ દેશ અઝરબૈજાન છે.

300 વર્ષ જૂનું છે આ મંદિર

અઝરબૈજાન દેશના સુરાખાની ખાતે મા દુર્ગાનું 300 વર્ષ જૂનું મંદિર છે. જ્યાં હજારો વર્ષથી સતત અખંડ જ્યોત પ્રગટી રહી છે. આ ખાસિયતના કારણે આ મંદિરનું નામ ટેમ્પલ ઓફ ફાયર રાખવામાં આવ્યું છે. જોકે, હવે તો અહીંના તો શ્રદ્ધાળુંઓની ભીડ થાય છે અને ના તો જયકાર ગુંજે છે.

હિન્દૂ અને પારસી બન્ને કરતા હતા પૂજા

મંદિર હજારો વર્ષ જૂનું છે. જૂના જમાનામાં યૂરોપ સાથે વેપાર કરતા ભારતીય વેપારી અહીંથી પસાર થતા હતા ત્યારે મંદિર પરિસરમાં બનાવવામાં આવેલ રુમોમાં વિશ્રામ કરતા હતા. તેમજ ઈરાનના પારસી લોકો પણ અહીં પૂજા કરવા માટે આવતા હતા. જેના કારણે આ જગ્યાને આતેશગાહ પણ કહેવામાં આવે છે. તેમના પ્રમાણે, અહીં એક પારસી મંદિર છે. જોકે આ મંદિરમાં એક પૌરાણિક ત્રિશૂળ મળી આવતા પારસી વિદ્વાનોએ સ્થળ હિંદુ મંદિર હોવાનું જણાવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે 1860માં અહીં પૂજા કરનાર પૂજારી અહીંથી ચાલ્યાં ગયાં. પછી કોઇ પૂજારી પાછું આવ્યું નથી. ત્યારથી આ મંદિરમાં શ્રદ્ધાળુઓની અવર-જવર પણ બંધ થઇ ગઇ છે.

કોણે બનાવ્યું આ મંદિર?

એવું માનવામાં આવે છે કે સેંકડો વર્ષો પહેલાં ભારતીય કારોબારી આ રસ્તાથી થઇને જતાં હતાં. એવામાં આ લોકોએ મંદિરને બનાવ્યું હતું. ઇતિહાસકારો પ્રમાણે, તેને બુદ્ધદેવ નામના કોઇ વ્યક્તિએ બનાવ્યું હતું, જે હરિયાણાના કુરૂક્ષેત્રની પાસે માદજા ગામનો રહેનાર હતો. ત્યાં મોજૂદ એક અન્ય શિલાલેખ પ્રમાણે, ઉત્તમચંદ અને શોભરાજે મંદિર નિર્માણમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

મળી આવ્યા ભારતીય લિપિના શિલાલેખ

હિંદુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માટે અહીં પ્રગટી રહેલી જ્યોતિને સાક્ષાત ભગવતીનું સ્વરૂપ માનવામાં આવે છે. અહીં એક પ્રાચીન ત્રિશૂળ પણ સ્થાપિત છે. મંદિરની દિવાલો પર ગુરૂમુખીમાં લેખ અંકિત છે. ત્યાં, મંદિરમાં પ્રાચીન વાસ્તુકલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં એક શિલાલેખ મોજૂદ છે. તેની પહેલી પંક્તિ ‘શ્રી ગણેશાય નમઃ’ થી શરૂ થાય છે અને બીજી જ્વાલાજીનું સ્મરણ કરે છે. જેના પર વિક્રમ સંવત 1802ની તારીખ છે જે 1745-46 ઈસવી બરાબર છે.

આજે બની ગયું છે મુસ્લિમ દેશની રાષ્ટ્રિય ઐતિહાસિક સ્મારક

1975માં તેને એક સંગ્રહાલય બનાવી દેવામાં આવ્યું અને હવે તેને જોવા દર વર્ષે લગભગ 15 હજાર મુસાફરો આવે છે. 1998માં યૂનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નોમિનેટ કર્યું હતું. ત્યાર બાદ 2007માં અઝરબૈજાનના પ્રેસિડેન્ટે તેને એક રાષ્ટ્રીય ઐતિહાસિક સ્મારક ઘોષિત કરી દીધું હતું.