IRCTC હવે તમને ભારતમાં જ નહીં પરંતુ વિદેશ પ્રવાસ કરવાની પણ તક આપી રહ્યું છે. IRCTC ટૂરિઝમના અલગ-અલગ પેકેજીસ છે, જેના દ્વારા તમે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈજિપ્ત અને ઈઝરાયલ ઉપરાંત હવે સાઉથ ઈસ્ટ એશિયાના દેશોનો પ્રવાસ પણ કરી શકો છો. જો તમે પણ વિયેતનામ અને કમ્બોડિયા જેવી જગ્યાઓ પર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો IRCTCના આ સ્પેશયલ ટૂર પેકેજ પર એક નજર નાંખી શકો છો.
3 દેશોમાં ફરવાની અદભૂત તક
IRCTCની આ ટૂરનું નામ હેરિટેજ સાઉથ ઈસ્ટ એશિયા એક્સ ચેન્નઈ છે, જેમાં તમને કમ્બોડિયા, વિયેતનામ અને લાઓસ આ જગ્યાઓ પર ફરવાની તક મળશે. ટૂરની શરૂઆત ચેન્નઈથી થશે અને આ ટૂર 13 ફેબ્રુઆરી 2019થી શરૂ થઈ રહી છે. 8 દિવસ અને 7 રાતોના આ ટૂર પેકેજમાં સિંગાપોર એરલાઈન્સથી આવવા-જવાની ટિકિટ, 3 સ્ટાર હોટલમાં રહેવું અને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર એટલે કે 3 સમયનું જમવાનું, 1 રાત ક્રૂઝ પર રહેવાનું, સાઈટસીઈંગ સુધીનો ખર્ચ સામેલ છે.
1 લાખ 30 હજારના ખર્ચમાં 8 દિવસ ફરો
ટૂર પેકેજની કિંમતની વાત કરીએ તો જો તમે તમારા 3 મિત્રો કે પરિવારના સભ્યો સાથે જાઓ છો તો ટ્રિપલ ઓક્યુપેન્સી પર પ્રતિ વ્યક્તિ ખર્ચ 1 લાખ 20 હજાર 500 રૂપિયા આવશે, જ્યારે ડબલ ઓક્યૂપેન્સી એટલે કે જો 2 લોકો સાથે ટૂર પ્લાન કરશો તો પ્રતિય વ્યક્તિ ખર્ચ 1 લાખ 30 હજાર રૂપિયા અને સિંગલ ઓક્યૂપેન્સી પર ખર્ચ 1 લાખ 43 હજાર રૂપિયા છે.
સાથે આ લાભ તો ખરો જ
સાઉથ ઈસ્ટ એશિયાના આ ટૂર પેકેજમાં તમને કમ્બોડિયાના રિસોર્ટ ટાઉન સિયામ રીપ (Siem Reap)માં 2 રાત રહેવાની તક મળશે. તે પછી લાઓસની રાજધાની લુઆંગ પ્રબાંગમાં 2 રાત રોકવાનું મળશે, 1 રાત હેલોન્ગ બે ક્રૂઝ પર અને 2 રાત વિયેતનામની રાજધાની હનોઈ સિટીમાં ગાળવા મળશે.