ગોવામાં હવે જો તમે આવુ કામ કરશો તો થશે જેલ

0
751
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગોવા દરેકનું મનપસંદ હરવા ફરવાનું ડેસ્ટિનેશન છે. જો કે અહીં આવીને કેટલાક પ્રવાસીઓ ખુલ્લામાં દારૂ ઢીંચીને છાકટા બનતા હોવાથી રાજ્ય સરકારે પ્રવાસી વ્યાપાર કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે ગોવામાં ખુલ્લામાં દારૂનું સેવન કરનારા તેમજ જાહેરમાં કૂકિંગ (રાંધવાનું) કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આટલું જ નહીં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ વધુ આકરા પગલાં રૂપે જેલની પણ સજા થઈ શકે છે.

ગોવાના પ્રવાસન મંત્રી મનોહર અજગાઁવકરના જણાવ્યા અનુસાર ગોવામાં ખુલ્લામાં દારૂનું સેવન કરનારા તેમજ કૂકિંગ કરનારા લોકોને રૂ. 2,000-10,000 હજારનો દંડ ફટકારાશે. આ અંગે પ્રવાસી વ્યાપાર કાયદામાં સુધારો ગોવાની વિધાનસભાના આગામી સત્રમાં કરાશે. આગામી સત્ર 29 જાન્યુઆરીના મળી રહ્યું છે.

આ કાયદા અંતર્ગત ગોવામાં કોઈપણ વ્યક્તિ જાહેરમાં દારૂ પીતા અથવા રાંધવાની પ્રવૃતિ કરતા નજરે પડશે તો એકલ વ્યક્તિને રૂ. 2,000 જ્યારે ગ્રૂપને રૂ. 10,000નો દંડ કરાશે. જો દંડ ભરવામાં કોઈ આનાકાની કરશે તો વધુ આકરી સજા પેટે ત્રણ મહિનાની જેલની સજા પણ થઈ શકે છે.