દુનિયામાં તમે અનેક હોટલો અંગે સાંભળ્યું હશે જે પોતાની બનાવટ અને ભાડાને લઇને ચર્ચામાં રહે છે. આ કડીમાં અમેરિકા (America)ના ફ્લોરિડા (Florida)ની હોલીવુડમાં બનેલી એક હોટલ તેની બનાવટના કારણે ચર્ચામાં છે. આ હોટલની બનાવટ ગિટાર (Guitar Hotel)ના આકારની છે અને અહીં એક દિવસનું ભાડુ 73 હજાર રૂપિયાથી લઇને 93 હજાર રૂપિયા સુધીનું છે. પરંતુ આ મહત્તમ 1 લાખ રૂપિયા સુધી જઇ શકે છે. આ હોટલનું નામ ધ સેમિનોલ હાર્ડ રૉક હોટલ એન્ડ કેસિનો છે.
આ હોટલ બનાવવામાં 10,709 કરોડ રૂપિયા કરતાં વધુનો ખર્ચ થયો છે. આ હોટલની કુલ ઉંચાઇ 450 ફૂટ છે. દિવસમાં તો આ સુંદર લાગે જ છે. પરંતુ રાતમાં જ્યારે તેની બધી લાઇટો ચાલુ થાય છે તો એકદમ ગિટાર જેવું લાગે છે.
આ હોટલમાં દરરોજ રાતે બે વાર લાઇટ શો ચાલે છે. સાથે જ સંગીતનો કાર્યક્રમ પણ થાય છે. જેના કારણે હાલ આ હોટલને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આ હોટલમાં 635 લક્ઝુરીયસ રૂમો છે. આ હોટલને આર્કિટેક્ચરનું સુંદર ઉદાહરણ માનવામાં આવે છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.