દુનિયાની 8 સૌથી આલીશાન હોટલ, 1 રાતનું ભાડુ સાંભળીને મોંમા આંગળા નાંખી જશો!

0
289
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

હરવા ફરવાના શોખીન લોકો દર વખતે નવી નવી જગ્યાએ જવાનું પસંદ કરે છે. નવી જગ્યાએ જવાની સાથે જ રોકાવા માટે મોંઘી હોટલો અને બધી સુખ સુવિધા ધરાવતી હોટલોની પસંદગી કરે છે. કેટલાક લોકો મોંઘી અને ભવ્ય હોટલોમાં રહેવાનો શોખ ધરાવે છે. જો તમે પણ આલિશાન હોટલોમાં રહેવાના શોખીન છો તો આજે અમે આપને દુનિયાની સૌથી આલીશાન હોટલો અંગે જણાવીશું. અહીં આપને શાહી ઠાઠ અને દરેક પ્રકારની લકઝરી સેવા મળશે. તો આવો જાણીએ દેશ-વિદેશની આ સુંદર અને લકઝરી શાહી હોટલ્સ અને તેમાં એક દિવસ રોકાવાના ભાડા અંગે.

1. ધ એપાર્ટમેન્ટ, ધ કનૉટ, લંડન

આ હોટલની ખાસિયત એ છે કે અહીં તમે કોઇ પણ સમયે ગરમા-ગરમ જમવાનું જમી શકો છો. અહીં આપને પેન્ટ હાઉસ, ફર્નિચર, આર્ટ બધુ જ યૂનિક જોવા મળશે. જે લોકો અલગ પ્રકારનું ખાવાના શોખીન છે તેમના માટે ધ એપાર્ટમેન્ટ, ધ કનૉટ હોટલ બેસ્ટ છે. એક રાત હોટલમાં રહેવા માટે 24,600 ડૉલર ભાડુ આપવું પડે છે.

2. રૉયલ સ્વીટ, હોટલ પ્લાઝા એથન, પેરિસ

રૉયલ સ્વીટ, હોટલ પ્લાઝા એથનથી તમે એવન્યૂ મોનટેંગ અને એફિલ ટાવરની મજા લઇ શકો છો. આ હોટલમાં ચાર બેડરૂમ, ચાર બાથરૂમ, ડાઇનિંગ રૂમ, રસોડું અને અનેક પ્રકારના સિટિંગ રૂમ છે જેમાં 10 ગેસ્ટ રહી શકે છે. અહીં એક રાત રહેવા માટે 27,000 ડૉલર ચુકવવા પડે છે.

3. ધ સ્કાઇ વિલા, પામ કેસિનો રિસોર્ટ, લાસ વેગાસ

અમેરિકામાં સ્થિત આ હોટલની આસપાસનો નજારો ઘણો જ સુંદર છે. તમે અહીં મસાજનો આનંદ પણ લઇ શકો છો. અહીં એક રાત સ્ટેના લગભગ 40,000 ડોલર ચૂકવવા પડે છે.

4. પેન્ટ હાઉસ સ્વીટ, હોટલ માર્ટિનેજ, ફ્રાન્સ

આ હોટલ એટલી સુંદર છે કે સાઉદી શેખે અહીં પાંચ વર્ષ રહેવાની ઓફર કરી હતી. પેન્ટહાઉસ સ્વીટ, હોટલ માર્ટિનેજમાં 7 માળ છે. જો તમે આ હોટલમાં એક રાત રોકવા માંગો છો તો 41,300 ડૉલર આપવા પડશે.

5. મહારાજા પેવેલિયન, રાજ પેલેસ હોટલ, જયપુર

આ ભારતની સૌથી ફેમસ અને મોંઘી હોટલમાંની એક છે. આ હોટલમાં સોનાનો પલંગ અને ચાંદીનો સામાન છે. 45,000 ડૉલર ચૂકવીને તમે એક રાત આ હોટલમાં રોકાઇ શકો છો.

6. ધ રૉયલ વિલા, એથેન્સ, ગ્રીસ

ધ રૉયલ વિલા હોટલમાં ઇનડોર અને આઉટડોર પૂલ છે. જેના ટેરેસ પર કૉકટેલ પાર્ટી કરવાની જગ્યા સાથે જ પ્રાઇવેટ મસાજ એરિયા પણ છે. 47,000 ડોલર ચૂકવીને તમે એક રાત આ હોટલમાં રોકાઇ શકો છો.

7. હિલટૉપ એસ્ટેટ, લૉકાલા આઇલેન્ડ રિસોર્ટ, ફિજી

આ હોટલમાં તમને પોતાનો રસોઇઓ, શૉફર અને નૈની જેવી સુવિધાઓ પણ મળે છે. સુખ સુવિધાઓથી ભરપુર આ હૉટલમાં એક રાત રહેવાનું ભાડુ અંદાજે 55,000 યૂએસ ડૉલર છે.

8. રૉયલ પેન્ટહાઉસ સ્વીટ, હોટલ પ્રેસિડેન્ટ વિલ્સન, સ્વિટ્ઝરલેન્ડ

આ સંસારની સૌથી આલિશાન અને મોંઘી હોટલ છે. આ હોટલમાં એક રાત રહેવા માટે 60,000 ડૉલર આપવા પડશે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.