કોઇપણ ઋતુમાં ટ્રાવેલિંગ દરમિયાન આ 7 ટિપ્સ જરુર અપનાવો

0
540
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જીવનની કેટલીક પળ પોતાના માટે કાઢવી પણ જરુરી હોય છે જેનાથી તમે ફરી ઊર્જાવાન બનો અને પોતાના કામે લાગી જાઓ. ટ્રાવેલિંગ દરમિયાન પોતાની તબિયતનું ધ્યાન રાખવાની જરુર હોય છે અને સાથે જ તમારે તમારી સ્કીનને નજરઅંદાજ ન કરવી જોઇએ.

તમે ટ્રાવેલિંગ દરમિયાન કેવી રીતે તમારી સ્કીનનું ધ્યાન રાખી શકો છો, આવો જણાવીએ આપને

કેટલીક ટિપ્સ-

1. બહાર નીકળતી વખતે હંમેશા સનસ્ક્રીન લગાવો, પછી તડકો હોય કે ન હોય અને ભલે કોઇપણ ઋતુ કેમ ન હોય.

2. જ્યારે તમે ફરવા નીકળો છો એવામાં ટેનિંગ થવું સામાન્ય વાત છે. આનાથી બચવા માટે અઠવાડિયે એકવાર સ્ક્રબ જરુર કરો, આમ કરવાથી સ્કિનથી મૃત ત્વચા હટી જશે અને તમારો ચહેરો સાફ થઇ જશે.

3. ટ્રાવેલિંગ દરમિયાન મોઇશ્ચરાઇઝર, ક્લીઝર, હેન્ડ ક્રીમ જેવા ઉત્પાદનો પોતાના પર્સમાં જરુર રાખો.

4. જો તમે કોઇ સમુદ્રવાળી જગ્યાએ ફરવા જઇ રહ્યા છો તો સ્કીનનું વિશેષ ધ્યાન રાખો, કારણ કે સમુદ્રના ખારા પાણીમાં નહાવાથી ચામડીની પ્રાકૃતિક સુંદરતા ઘટી જાય છે.

5. સમુદ્રમાં સ્નાન કર્યા બાદ સ્વચ્છ પાણીથી ફરી જરુર નહાવો

6. જો કોઇ ગરમી કે તડકાવાળી જગ્યા પર ફરવા ગયા હોવ તો પાછા ફર્યા બાદ સનબર્નનો પ્રભાવ ઘટાડવા માટે ઠંડા દૂધથી ચહેરાની માલિશ કરો. આનાથી ચહેરાને ઠંડક મળશે.

7. મુસાફરી દરમિયાન લાગતો થાક અને સુકી ત્વચાની સમસ્યાથી બચવા માટે સમય મળે ચામડીને પોષણ આપવા માટે લગભગ 20 મિનિટ માટે એગ માસ્ક લગાવો.