શિરડીમાં સાંઈબાબાનું એક ભવ્ય મંદિર આવેલું છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા માટે સાંઈ બાબાના ચરણોમાં પોતાનું શિશ નમાવતા હોય છે. સાંઇબાબાના આ મંદિરનું નિર્માણ વર્ષ 1922માં કરવામાં આવ્યું હતું. સાંઈબાબાએ જે જગ્યાએ સમાધી લીધી હતી તે જગ્યાએ સાંઈબાબાના આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી મંદિરની અંદર સતત ફેરફાર થતા રહ્યા અને આજે સાંઈબાબાનું આ મંદિર એક ભવ્ય મંદિર બની ગયું છે.