ઉત્તર ભારતના સૌથી મહત્વપૂર્ણ કિલ્લામાંનો એક ચિત્તોડગઢનો કિલ્લો રાજપૂતોના સાહસ, શોર્ય, ત્યાગ, બલિદાન અને મોટાઇનું પ્રતિક છે. આ કિલ્લાનું નિર્માણ 7મી શતાબ્દીમાં મોર્ય શાસકો દ્ધારા કરવામાં આવ્યું હતું. અંદાજે 700 એકરની જમીનમાં આ વિશાળ કિલ્લો પોતાની ભવ્યતા, આકર્ષણ અને સુંદરતાના કારણે વર્ષ 2013માં યૂનેસ્કો દ્ધારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે.