VIDEO: ભક્ત બોડાણા ગાડામાં બેસી ભગવાનને દ્ધારકાથી ડાકોર લાવ્યા હતા

0
292
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દ્વાપરયુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તેમની ઘોર તપસ્યા બાદ ભગવાન શંકરે તેમને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહીં રહેશે.
અહીં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી 863 વર્ષથી સાક્ષાત બિરાજમાન હોવાનું મનાય છે. તેની પાછળની કથા મુજબ, ડાકોરમાં રહેતાં કૃષ્ણભક્ત બોડાણાને દર છ મહિનાની પૂનમે દ્વારકાધિશના દર્શને જવાની માનતા હતી. વૃદ્ધાવસ્થામાં તેનાંથી પ્રવાસ મુશ્કેલ બન્યો એટલે સ્વયં દ્વારકાધિશે તેને દર્શન આપ્યાં અને જગતમંદિરમાં સ્થાપિત મૂર્તિ ડાકોર લઈ જવા અનુમતિ આપી.