VIDEO: સોનાની નગરી હતી દ્ધારકા, ભગવાન શ્રીકૃષ્ણનું ઘર અને સ્વર્ગનું પ્રવેશદ્ધાર

0
327
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દ્વારકા શબ્‍દ ‘દ્વાર’ અને ‘કા’ એમ બે શબ્‍દોથી બનેલો છે. ‘દ્વાર’નો અર્થ થાય છે દરવાજો અથવા માર્ગ, જ્યારે ‘કા’નો અર્થ છે ‘બ્રહ્મ’. અર્થાત્, દ્વારકા એટલે બ્રહ્મ તરફ લઈ જતો માર્ગ. દ્વારમતિ અથવા દ્વારાવતી પણ એટલાં જ જાણીતા નામો છે. આ સ્થાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ હોવા ઉપરાંત શૈવ અને લકુલિશ મતના આરાધના સ્થાન તરીકે પણ વિખ્યાત છે. એક પગ પર ઊભા રહીને થતી સિદ્ધસાધનાનું પણ દ્વારકામાં વિશેષ મહત્વ છે. દેશાટને નીકળેલા આદ્ય શંકરાચાર્યે અહીં આવીને સિદ્ધસાધના કરી હતી. ત્યારથી મોક્ષપ્રાપ્તિ માટેના ચાર ધામ પૈકીના એક તરીકે પણ દ્વારકા પ્રસિદ્ધ છે. ઈસ. પૂર્વે ૪૦૦માં શ્રીકૃષ્ણના વંશજ વજ્રનાભે આ મંદિર બનાવ્યું હતું. એ પછી છ વખત તેનો જિર્ણોધ્ધાર થયો છે.