ભગવાન મહાદેવજીનાં પત્ની જ્યારે દક્ષ પ્રજાપતિના કુંડમાં કૂદી પડ્યાં અને તેમણે દેહત્યાગ કર્યો ત્યારે તાંડવ કરી રહેલા શિવજીને શાંત કરવા ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે સતી માતાના પાર્થિવ દેહના 55 ટુકડા કર્યા અને પૃથ્વી પર તેને વિસર્જિત કર્યા.
આમાંથી સતી માતાના કર (હાથ) બેચરાજીમાં પડ્યા અને અહીં બહુચર માતાજીનું મંદિર બન્યું. વ્યંડળોના આરાધ્ય દેવી ગણાતા બહુચર માતાનું મૂળ મંદિર ઈ.સ. 1783માં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવાયું હતું. જેમાં માનાજીરાવ ગાયકવાડે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમુક લોકોની માન્યતા છે કે તેમણે ઈ.સ. 1839માં આ મંદિર બંધાવ્યું હતું.