દક્ષિણેશ્વરી કાલીમાતાનું મંદિર, ઉત્તર કોલકાતામાં આવેલ બેરકપુર વિસ્તારમાં વિવેકાનંદ સેતુ નજીક, હુગલી નદી કિનારે આવેલું ઐતિહાસિક મંદિર છે. આ મંદિરની મુખ્ય દેવી ભવતારિણીજી છે, જોકે ભવતારિણી કાલીમાતાનું જ એક સ્વરૂપ છે. કાળકા માતાનું આ મંદિર કોલકાતાનું સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે.
રામકૃષ્ણ પરમહંસ પુજારી હતા
આ પ્રખ્યાત દર્શનિય સ્થળ એક ધર્મ ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસની કર્મભૂમિ રહી છે, જોકે તેઓ બંગાળી કે હિન્દુનવજાગણના પ્રમુખના સૂત્રધારમાંથી એકમાં તેમની ગણના થયેલી છે. દર્શનિય, ધર્મગુરુ તથા રામકૃષ્ણ મિશનના સંસ્થાપક અને સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. ઇ.સ.૧૮૪૭થી ૧૮૬૮ના સમયગાળા દરમિયાન સ્વામી રામકૃષ્ણ આ મંદિરના પ્રધાન પુરોહિત હતા. તેઓએ આ મંદિરને જ તપૃર્યા કરવાનું સાધના સ્થળ બનાવ્યું હતું. આ મંદિરની પ્રતિષ્ઠા અને ખ્યાતિનું પ્રમુખ કારણ છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ આ મંદિર સાથે આત્માથી જોડાયેલ હતા. દક્ષિણેશ્વર કાલી માતાના મંદિરના પ્રાંગણના ઉત્તરમાં પશ્ચિમી ખૂણામાં રામકૃષ્ણ પરમહંસનો કક્ષ આજે પણ ઐતિહાસિક સ્મૃતિ રૂપમાં સાચવવામાં આવ્યો છે.