video: જ્વાલા દેવી મંદિર, જ્યાં સતત પ્રજ્વલિત રહે છે માતાની જ્યોત

0
610
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં માતા શ્રી જ્વાલાજીનું મંદિર આવેલું છે. માતાના સૌથી પ્રખ્યાત મંદિરોમાં એક જ્વાલા દેવીનું મંદિર છે અને તે આખા વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. મા દુર્ગાના નવ સ્વરૂપો મહાકાળી, અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ, વિંધ્યાવાસની, મહાલક્ષ્‍મી, સરસ્વતી અંબિકા અને અંજાદેવીની જ્યોતિ આ મંદિરમાં હંમેશા પ્રજ્વલિત રહે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં એક સાથે નવ સ્વરૂપોના દર્શનના થાય છે. આ મંદિરને જોતાવાળી માતાનું મંદિર પણ કહેવામાં આવે છે. માતાના અન્ય મંદિરોની તુલનામાં આ મંદિર અનન્ય છે કારણ કે અહીં કોઈ મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી, પરંતુ પૃથ્વીના ગર્ભમાંથી નીકળતી નવ જ્વાળાઓની પૂજા કરવામાં આવે છે. જ્વાલાદેવી મંદિરમાં તેલ-ઘી વગર સદીઓથી કુદરતી રીતે 9 જ્વાળાઓ સળગી રહી છે.